ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ કર્મીઓની હડતાળ

ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે…

ઓપરેટરો કામગીરીથી અળગા રહેતા દસ્તાવેજમાં લાંબી કતારો લાગી


ભાવનગર જિલ્લાના સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો દ્વારા આ વર્ષે છેલ્લા 4 મહિનાથી પગાર ન ચૂકવાતા અંતે હવે તેમણે હડતાલ પર જવાની ફરજ પડતા આંદોલન છેડી દીધું છે. ભાવનગર જિલ્લાના ઓપરેટરોને તેમના છેલ્લા ચારેક માસનાં કરેલા કામોનાં સમય માટે પગારની રકમ ચૂકવવામાં ન આવતા તેઓ પોતાના અધિકારો માટે આ હડતાલ કરી રહ્યા છે.હડતાલનાં પરિણામ તરીકે કચેરીમાં કરવામાં આવતી મહત્વપૂર્ણ સેવાઓ, જેમ કે દસ્તાવેજોનો રજિસ્ટ્રેશન અને સંબંધિત કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે.

જેના કારણે સામાન્ય જનતાને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસભર દસ્તાવેજ ઓફિસની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી હતી. આઉટસોર્સ ઓપરેટરોની માંગ છે કે તેઓના પગારનું ચુકવણું તરત કરવામાં આવે, જેથી હડતાલનો નિકાલ થાય અને કચેરીની કામગીરી પર કોઈ પણ નકારાત્મક અસર ન પડે, સાથે સાથે પ્રશાસનને અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *