ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ

ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…

ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની રચના કરી તપાસ હાથ ધરી છે. સ્કૂલના ફાધરે કહ્યું કે, આ લેટર ટ્યુશન ક્લાસમાંથી વિદ્યાર્થીઓ મારફત શાળામાં આવ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓએ આ કૃત્ય કરનાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ મામલે વિદ્યાર્થિનીના વાલી દ્વારા પાંચ સગીર સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી સેન્ટ મેરિઝ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના નામે એક લવ લેટર લખી શાળાના જ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફરતો કરવામાં આવ્યો. વિદ્યાર્થિનીના વાલીએ આક્ષેપ કરતા કહ્યું કે, મારી દીકરીને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે લેટર લઈને ચેક કર્યું તો ફ્રોમમાં તેમનું નામ હતું. પરંતુ, લેટરમાં જે લખાણ છે તેની સાથે મારી દીકરીના હેન્ડરાઈટીંગ મેચ થતા નથી.

જે વિદ્યાર્થીઓ દ્વારા આ લેટર ક્લાસરૂૂમમાં ફેરવવામાં આવી રહ્યો છે તેને મારી દીકરી ઓળખતી પણ નથી. સ્કૂલ મેનેજમેન્ટને ચાર વિદ્યાર્થીઓના નામ સાથે ફરિયાદ કરવામાં આવી છે. મારી માગ છે કે, આ ચારેય વિદ્યાર્થીઓને અમારી સામે રજૂ કરવામાં આવે. ફાધર કહે છે કે, ટ્યુશન ક્લાસમાંથી કોઈ વિદ્યાર્થીઓ આ લેટર લખ્યો છે. ત્યારે મારો સવાલ છે કે, મારી છોકરી કોઈ ટ્યુશનમાં ગઈ નથી તો પછી મારી છોકરીને કોઈ ટ્યુશન ક્લાસવાળો છોકરો કઈ રીતે લેટર લખે? આ બનાવના કારણે મારી દીકરી પર ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ હસી રહ્યા છે.

સેન્ટ મેરીઝ સ્કૂલના ફાધરે જણાવ્યું હતું કે, વાલીની ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ લેટર ટ્યુશન ક્લાસમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ મારફતે શાળામાં આવ્યો છે. આ મામલે કમિટી તપાસ કરી રહી છે તેના રિપોર્ટ બાદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *