રાજયભરમાં ચાલતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગેરરીતી રોકવા માટે તંત્ર સજજ છે. રાજયભરમાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્ર રાખવામાં આવ્યા છે યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા હોવા છતાં પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ દિવસ દરમિયાન મુલાકાત લેવા માટે તાકીદ કરાઇ છે અને તેની ચકાસણી કરવા પણ સુચના આપવામાં આવી છે.
પેપર લીકની ઘટના ન બને તે માટે સ્ટ્રોંગરૂૂમની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં એક હથિયારધારી અને બે અન્ય મળી કુલ 3 જેટલા પોલીસ જવાનો સ્ટ્રોંગરૂૂમની બહાર સતત હાજર રહે છે. રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટે જેટલા ઝોન નક્કી કરાયા છે તે તમામ ઝોન સ્ટ્રોંગરૂૂમ હોય છે. જેમાં ધોરણ-10ના 87 અને ધોરણ-12ના 59 મળી કુલ 146 જેટલા સ્ટ્રોંગરૂૂમમાં બોર્ડની પરીક્ષા માટેના પ્રશ્નપત્રો મુકવામાં આવ્યા છે. રાજકોટમાં તમામ પેપર શહેરની ચૌધરી હાઈસ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે. પોલીસની સાથે સાથે શિક્ષણ તંત્રના અધિકારીઓને પણ સ્ટ્રોંગરૂૂમની દિવસ દરમિયાન મુલાકાત લેવા અને ચકાસણી કરી સુરક્ષાની ખાતરી કરવા તાકીદ કરવામાં આવી છે.
ગુરુવારથી શરૂૂ થયેલી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ પેપર લેવાયા બાદ ધોરણ-10 અને 12 સાયન્સમાં શુક્રવારે રજા હતી. હવે શનિવારે ધોરણ-10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાયું હતું. જ્યારે ધોરણ-12 સાયન્સમાં રસાયણવિજ્ઞાન તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાશે. ગુજરાત બોર્ડે પણ સીબીએસઇની જેમ બે પેપર વચ્ચે વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય કર્યો હોય તેમ શુક્રવારે રજા પછી શનિવારે પેપર રખાયું હતું. ત્યારબાદ ફરી રવિવારની વિદ્યાર્થીઓને રજા મળશે અને ત્યારબાદ સોમવારે ત્રીજું પેપર લેવાશે. ધોરણ-10માં જે વિદ્યાર્થીઓએ સરળ ગણિત રાખ્યું છે તેમને આજે બેઝિક ગણિત જ્યારે જેમણે અઘરું ગણિત વિષય પસંદ કર્યો છે તેને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાયું હતુ.