IRS અધિકારીના કેસમાં CBIના 6 અધિકારી સામે FIR નોંધવા આદેશ

  દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના છ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂૂ કરવા નિર્દેશ આપ્યો છે. આરોપ છે કે ભૂતપૂર્વ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ…

 

દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના છ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂૂ કરવા નિર્દેશ આપ્યો છે. આરોપ છે કે ભૂતપૂર્વ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) અધિકારીને નિર્દોષ છોડવાના આદેશને પડકારતી વખતે તેમણે અદાલત સમક્ષ સરકાર સાથેના પત્રવ્યવહાર અંગે ખોટું નિવેદન આપ્યું હતું. કેસ અશોક કુમાર અગ્રવાલ વિરુદ્ધ સુશીલ દિવાન અને અન્ય છે.

ન્યાયમૂર્તિ મધુ જૈને આઈઆરએસ અધિકારી અશોક કુમાર અગ્રવાલની અરજી મંજૂર રાખી સ્પેશિયલ જજ (સીબીઆઈ)ને સુશીલ દિવાન, વિનીત વિનાયક, અમિત કુમાર, રમન ત્યાગી, પ્રેમ કુમાર ગૌતમ અને મોહમ્મદ આઝાદ સામે લેખિત ફરિયાદ નોંધવા સૂચના આપી છે. અદાલતે કહ્યું કે આ અધિકારીઓ પર લગાવેલા આરોપોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 191 (ખોટો પુરાવો આપવો), 193 (ખોટો પુરાવો આપવા કે ઘડવા બદલ સજા) અને 209 (અદાલતમાં છેતરપિંડી કે અપ્રામાણિક રીતે ખોટો દાવો કરવા બદલ સજા) હેઠળના ગુના માટે યોગ્ય આધાર છે.

6 ઑક્ટોબરના આદેશમાં હાઈકોર્ટે કહ્યું કે સ્પેશિયલ જજ આ છ અધિકારીઓ સામે ઉપરોક્ત કલમો હેઠળ લેખિત ફરિયાદ નોંધે અને આ ચુકાદાની નકલ મળ્યાના ચાર અઠવાડિયાની અંદર સંબંધિત હકૂમતના મેજિસ્ટ્રેટને મોકલે. આ નિર્દેશ માત્ર વિભાગીય નોંધ કે ફરિયાદ નથી. અદાલતે ખુદ માન્યું છે કે અદાલત સમક્ષ ખોટું નિવેદન રજૂ થયું હોવાના આરોપની તપાસ ન્યાયના હિતમાં જરૂૂરી છે.

આ મામલો અગ્રવાલ સામે સીબીઆઈના એ કેસ સાથે જોડાયેલો છે, જેમાં જાણીતા આવક સ્રોત કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ હતો. જાન્યુઆરી 2016માં હાઈકોર્ટે તેમની સામે મુકદમો ચલાવવાની મંજૂરી અમાન્ય ઠરાવી હતી અને ત્યારબાદ તેમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં આ આદેશને પડકારવાનું વિચાર્યું. પણ જૂન 2016માં કાયદા અને ન્યાય મંત્રાલયે અભિપ્રાય આપ્યો કે કેસ આગળ વધારવાનો મજબૂત આધાર નથી. કર્મચારી અને તાલીમ વિભાગે (ડીઓપીટી) જુલાઈ 2016માં આ અભિપ્રાય સીબીઆઈને જણાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *