રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ મેડિકલ સ્ટોર પર દવાનું વેચાણ કરી શકશે

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા એક પરિપત્ર દ્વારા રાજયની તમામ હોસ્પીટલો, મેડીકલ સ્ટોર માલીકોને રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ દવાનું વેચાણ કરવા તાકીદ કરવામાં આવી છે.…

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ દ્વારા એક પરિપત્ર દ્વારા રાજયની તમામ હોસ્પીટલો, મેડીકલ સ્ટોર માલીકોને રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ દવાનું વેચાણ કરવા તાકીદ કરવામાં આવી છે. અને આ નિયમનો ભંગ કરનાર સામે કાનુની કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના તમામ હોસ્પિટલ સતાવાળાઓ, ફાર્મસી / મેડીકલ સ્ટોર માલિકો અને ફાર્માસીસ્ટને આથી જાણ કરવામાં આવે છે, કે ફાર્મસી એક્ટ, 1948 ની કલમ 42 (રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ ન હોય તેવા વ્યક્તિઓ દ્વારા દવાઓનું વિતરણ) ની જોગવાઇઓ અનુસાર, મેડીકલ પ્રેક્ટીશનર ના પ્રિસ્ક્રીપ્શન ઉપર ફક્ત રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ જ એલોપેથિક દવાઓનું વિતરણ અથવા વેચાણ કરવા માટે અધિકૃત છે. રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દવાઓનું વિતરણ અથવા વચાણ કરવા પર ફાર્મસી એક્ટ, 1948 હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

25/10/2023 ના ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા જારી કરાયેલ પત્ર નં.19-1/2023-પીસીઆઈ/3854-56 મુજબ અને ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા 11 ઓગસ્ટ 2023 ના રોજ પ્રકાશિત Jan Vishwas (Amendment of Provisions) Act 2023 અનુસાર કોઈ પણ વ્યક્તિ જે ફાર્મસી અધિનિયમ, 1948 ની કલમ 42 ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે, તે દોષિત ઠરશે અને તેને ત્રણ માસ સુધીની કેદ અથવા બે લાખ રૂૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. આ ઉપરાંત, ફાર્મસી એક્ટ 1948 હેઠળ ફાર્માસીસ્ટન રજીસ્ટ્રેશન રદ / સ્થગિત થવા પાત્ર છે. તેથી તમામ હોસ્પિટલ સત્તાવાળાઓ, ફાર્મસી / મેડીકલ સ્ટોર માલિકો અને ફાર્માસીસ્ટને સૂચના આપવામાં આવે છે કે ફાર્મસી અધિનિયમ, 1948 ની જોગવાઈઓ અનુસાર દવાઓનું વિતરણ ફક્ત રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની હાજરીમાં જ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *