ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ગુજરાતનો એક માત્ર જામનગરનો યુવાન

સિંચાઇ વિભાગના કર્મચારી નચિકેતા ગુપ્તાએ શહેરનું ગૌરવ વધાર્યું ભારતમાં પ્રથમ વખત ઉત્તરાખંડમાં યોજાયેલ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં 15થી વધુ દેશોના 93 પેરાગ્લાઈડીંગ પાઈલોટ એ ભાગ લીધો…

સિંચાઇ વિભાગના કર્મચારી નચિકેતા ગુપ્તાએ શહેરનું ગૌરવ વધાર્યું

ભારતમાં પ્રથમ વખત ઉત્તરાખંડમાં યોજાયેલ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં 15થી વધુ દેશોના 93 પેરાગ્લાઈડીંગ પાઈલોટ એ ભાગ લીધો : નચિકેતા ગુપ્તા આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ગુજરાતના એક માત્ર પેરાગ્લાઈડીંગ પાઈલોટ
પંખીની જેમ ઉડવાની ચાહ માનવીના મનમાં હમેશા રહી છે અને યૌવન એટલે અણદીઠેલી ભોમ પર આંખ માંડીને પાંખ વીંઝવાની તાકાત. આવી જ એક ઉડાન લઇ ચુકેલા જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા મૂળ જામનગરના જ શ્રી નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ટેહરી ખાતે 19 જાન્યુઆરી થી 22મી જાન્યુઆરી સુધી યોજાયેલ ટેહરી ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ એક્રો એન્ડ એસઆઈવી કોમ્પિટિશનમાં ભાગ લઇ જામનગરનું નામ રોશન કર્યુ છે.

ભારતમાં પહેલી વખત આ પ્રકારની ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોથી તથા 15થી વધારે દેશોના પેરાગ્લાઈડીંગ પાઈલોટ એમ કુલ 93 પેરાગ્લાઈડીંગ પાઈલોટ એ ભાગ લીધો હતો .

આ કોમ્પિટિશનમાં પેરાગ્લાઈડીંગના અલગ અલગ એક્રોબેટ્સ જેવા કે સેટ રોટેશન, સ્પાઈરલ , સ્ટોલ ટુ બેક્ફ્લાઈ પોઝીસન વગેરે હવામાં કરી બતાવી પ્રતિભાગીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નચિકેતા ગુપ્તા આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર ગુજરાતના એક માત્ર પેરાગ્લાઈડીંગ પાઈલોટ હતા. જેમણે ત્યાં પોતાની પેરાગ્લાઈડીંગની કુશળતા દર્શાવી સફળતાપૂર્વક બધા એક્રોબેટીક્સના ટાસ્ક પૂર્ણ કર્યા અને ઇવેન્ટમાં કવોલીફાઈ થયા હતા. જે રાજ્યોમાં બહુ ઉંચા પહાડો નથી તેવા રાજ્યોમાંથી ખુબજ ઓછા પ્રતિસ્પર્ધી આ કોમ્પિટિશનમાં ક્વોલીફાઈ થઇ શક્યા છે પણ નચિકેતા ગુપ્તાએ આ સ્પર્ધામાં ખુબજ સારૂૂ પ્રદર્શન કર્યું છે જે જામનગર માટે ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *