એક હજાર કિલોનો વીજ સ્થંભ સપા નેતા પર પડતાં કરૂણ મોત

પ્રતાપગઢના અંતુ વિસ્તારમાં 1,000 કિલોગ્રામનો હાઇ-માસ્ટ લાઇટિંગ પોલ ચાલતી કાર પર પડ્યો, જેમાં સમાજવાદી પાર્ટીના નેતા લાલ બહાદુર યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું. ઈન્સ્ટોલેશન કરતાં…

પ્રતાપગઢના અંતુ વિસ્તારમાં 1,000 કિલોગ્રામનો હાઇ-માસ્ટ લાઇટિંગ પોલ ચાલતી કાર પર પડ્યો, જેમાં સમાજવાદી પાર્ટીના નેતા લાલ બહાદુર યાદવનું ઘટનાસ્થળે જ મોત થયું. ઈન્સ્ટોલેશન કરતાં મજુરોના હાથમાંથી આ થાંભલો સરકી જતાં આ દુર્ઘટના બની હતી. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બાબુગંજ માર્કેટ નજીક, પેટ્રોલ પંપની સામે બની હતી, જ્યાં કામદારો હાઇ-માસ્ટ પોલ લગાવી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભારે પોલ અચાનક ઇન્સ્ટોલેશન દરમિયાન સંતુલન ગુમાવી બેઠો અને પસાર થતી કાર પર અથડાઈ ગયો. નજીકના લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત એટલો અચાનક થયો કે યાદવને પ્રતિક્રિયા આપવાની તક પણ મળી નહીં.મૃતક, લાલ બહાદુર યાદવ (47) એ અંતુથી 2022 નગર પંચાયતની ચૂંટણી લડ્યા હતા અને સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા હતા. તેઓ જાહેર બાંધકામ વિભાગ (PWD) ના કોન્ટ્રાક્ટર હતા અને તેમની પાસે દેશી દારૂૂનું લાઇસન્સ પણ હતું. ઘટના સમયે, તેઓ શહેર તરફ તેમની હ્યુન્ડાઇ ક્રેટા ચલાવી રહ્યા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો, સ્થાનિકોએ કથિત બેદરકારી પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સ્થાપન કાર્ય દરમિયાન સલામતીના ધોરણો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. પ્રતાપગ્રહના એસપી દીપક ભુકરે જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે અને કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *