અમેરિકાના ન્યૂજર્સીમાં રવિવારે એક ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ન્યૂજર્સીમાં બે હેલિકોપ્ટર ટકરાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અહેવાલો અનુસાર, બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ અકસ્માતને હેમંન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પર એક એન્સ્ટ્રોમ ઋ-28અ હેલિકોપ્ટર અને એન્સ્ટ્રોમ 280ઈ હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થઈ હતી. બંને વિમાનોમાં ફક્ત તેમના પાઇલટ્સ હતા. એક પાઇલટનું મૃત્યુ થયું, જ્યારે બીજાને જીવલેણ ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
હવામાં ટક્કર બાદ હેલિકોપ્ટરે નિયંત્રણ ગુમાવી દીધું, પછી ક્રેશ થયું અને આગ લાગી હતી. આ ઘટના ન્યૂજર્સીના એટલાન્ટિક કાઉન્ટીમાં હેમંન્ટન મ્યુનિસિપલ એરપોર્ટ નજીક બની હતી.
આ અકસ્માતના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં એક હેલિકોપ્ટર નિયંત્રણ ગુમાવી રહ્યું છે અને ક્રેશ થતાં પહેલાં ઝડપથી ફરતું દેખાય છે.
