OMG, ચીનમાં જેન-ઝી હવે કૂતરા-બિલાડા નહીં ‘ઇંટ’ પાળે છે

  ડોગ્સ અને કેટ્સને પાળતુ પ્રાણીની જેમ સાથે રાખવા એ એક પ્રકારની થેરપીનું કામ પણ કરે છે. જોકે હવે જેન-ઝીને એવાં પ્રાણીઓ પાસેથી સુકૂન મેળવવાની…

 

ડોગ્સ અને કેટ્સને પાળતુ પ્રાણીની જેમ સાથે રાખવા એ એક પ્રકારની થેરપીનું કામ પણ કરે છે. જોકે હવે જેન-ઝીને એવાં પ્રાણીઓ પાસેથી સુકૂન મેળવવાની પણ ઇચ્છા નથી થતી. ચીનની જેન-ઝી ક્ધયાઓ ઈંટો પાળે છે. તમને થશે કે કોઈ નિર્જીવ ચીજને વળી શું પાળવાની? પ્રાણીઓને તો તમે પંપાળો, સાથે સુવાડો, તેમની સાથે વાતો કરો; પણ ઈંટનું શું કરવાનું? જોકે જેન-ઝીને હવે એ બધું જ ઈંટ સાથે કરવાનું ગમે છે.તેઓ ઈંટને એક પ્લેટમાં કે કટોરામાં રાખે છે અને થોડી-થોડી વારે એના પર પાણી છાંટે છે.

સતત ભીનાશ રહેતી હોવાથી બ્રિક્સ પર લીલી શેવાળ ઊગી નીકળે છે. જેન-ઝી આ લીલી શેવાળ ઑબ્ઝર્વ કરે છે અને એનું સ્ટેટસ સોશ્યલ મીડિયા પર શેર કરે છે. યુવાનો આ પ્રક્રિયાને લેટિંગ ફ્લેટ તરીકે ઓળખાવે છે. એનો મતલબ છે કે તેઓ કામ, કરીઅર અને બીજી જવાબદારીઓની દોડથી દૂર રહેવા માગે છે. ઈંટ પાળવામાં કોઈ મહેનત નથી, કોઈ તમારી પાસેથી આશા રાખતું નથી અને તમે કોઈને જવાબ આપવા બંધાયેલા નથી. યુવાનોને એમાં કોઈ જ દબાણ વિનાની કંપની મળે છે. આ ટ્રેન્ડ ચીનના વેઇબો અને શિયાઓહોન્ગશુ નામના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *