ઓલ્ડ મોંક, મેકડોવેલ્સ સહિતની દારૂ ઉપર પ્રતિબંધ: કૃત્રિમ ફ્લેવરના ઉપયોગનો ઘટસ્ફોટ

ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી દારૂૂની કેટલીક બ્રાન્ડ્સ સામે કાર્યવાહી કરી છે. જેમાં Old Monk અને McDowell’s No.1ના કેટલાક વેરિઅન્ટ્સનો…

ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જાણીતી દારૂૂની કેટલીક બ્રાન્ડ્સ સામે કાર્યવાહી કરી છે. જેમાં Old Monk અને McDowell’s No.1ના કેટલાક વેરિઅન્ટ્સનો પણ સમાવેશ થાય છે. નિયામક સંસ્થાના જણાવ્યા મુજબ, લેબોરેટરી પરીક્ષણ દરમિયાન કેટલીક રમ અને વ્હિસ્કીના નમૂનાઓમાં કૃત્રિમ અથવા નેચર-આઇડેન્ટિકલ ફ્લેવર્સનો ઉપયોગ જોવા મળ્યો હતો. આ ફ્લેવર્સના કારણે ગ્રાહકોને પ્રોડક્ટના વાસ્તવિક સ્વાદ અને તેની પરિપક્વતા વિશે ભ્રમ થઈ શકે છે.

FSSAIની કાર્યવાહી હેઠળ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલી વિવિધ કંપનીઓના પ્લાન્ટમાં બનેલા અનેક રમ અને વ્હિસ્કી ઉત્પાદનો આવ્યા છે. તેમાં Old Monk અને McDowell’s No.1ના કેટલાક વેરિઅન્ટ્સ પણ સામેલ છે. FSSAIએ સ્પષ્ટ કર્યું કે કોફી અથવા વેનિલા જેવા મંજૂર કુદરતી ફ્લેવર્સનો ઉપયોગ વાંધાજનક નથી. પરંતુ રમ અથવા વ્હિસ્કી તરીકે વેચાતા ઉત્પાદનોમાં અલગથી રમ અથવા વ્હિસ્કી ફ્લેવર ઉમેરવો નિયમો વિરુદ્ધ છે. નિયામક સંસ્થાના જણાવ્યા મુજબ, આવી પ્રક્રિયાથી ગ્રાહકોને પ્રોડક્ટના કુદરતી સ્વાદ અને તેની પરિપક્વતા વિશે ખોટી માહિતી મળે છે.Diageo IndiaA¡ FSSAI FSSAIના જણાવ્યા અનુસાર, Old Monkના કેટલાક 7 Years Blended તરીકે વેચાતા ઉત્પાદનોમાં મુખ્યત્વે ન્યુટ્રલ સ્પિરિટનો ઉપયોગ થયો હતો, જ્યારે પરિપક્વ રમનું પ્રમાણ પાંચ ટકાથી પણ ઓછું હતું. લેબોરેટરીમાં ચકાસાયેલા નમૂનાઓમાં કૃત્રિમ અને નેચર-આઇડેન્ટિકલ ફ્લેવર્સ મળી આવ્યા હતા. FSSAIનું કહેવું છે કે આવા ફ્લેવર્સ પ્રોડક્ટના કુદરતી સ્વાદને ઢાંકે છે. તેથી આવા ઉત્પાદનોને સામાન્ય રમ તરીકે નહીં પરંતુ ફ્લેવર્ડ રમ અથવા પ્રિમિક્સ રમ તરીકે લેબલ કરવા જોઈએ.

Diageo Indiaએ FSSAIના આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની લેબલિંગ પદ્ધતિ ઉદ્યોગના વર્તમાન ધોરણો મુજબ છે અને હાલના કાયદા મુજબ આ પ્રકારના વર્ણન પર કોઈ પ્રતિબંધ નથી. આ મામલો હાલ કોર્ટમાં વિચારાધીન છે. જ્યારે FSSAI અન્ય ઉત્પાદકો સામે પણ કાર્યવાહી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *