15 વર્ષ જૂના સરકારી વાહનોની ઓફલાઇન હરાજી પ્રથાબંધ

અઢી લાખ કિ.મી. કે 10 વર્ષ પૂરા કરનાર વાહનોને ‘રદબાદલ’ ગણવા માટે માપદંડો જાહેર, કચેરીના વડાઓને જ સત્તા સોંપી દેવાઇ ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં સમય…

અઢી લાખ કિ.મી. કે 10 વર્ષ પૂરા કરનાર વાહનોને ‘રદબાદલ’ ગણવા માટે માપદંડો જાહેર, કચેરીના વડાઓને જ સત્તા સોંપી દેવાઇ

ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં સમય જતાં જૂના, બિનઉપયોગી અને લાંબા સમયથી બંધ પડેલા સરકારી વાહનોનો સતત ભરાવો થવો એ એક મોટી વહીવટી સમસ્યા બની ગઈ હતી. ભૂતકાળના વહીવટી અનુભવો સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી વાહનોને રદબાતલ કરવા માટેના ચોક્કસ માપદંડો અસ્તિત્વમાં હોવા છતાં, કોઈને કોઈ કારણસર તેમનો સમયસર નિકાલ થઈ શકતો ન હતો. મહિનાઓ અને વર્ષો સુધી કચેરીઓના કમ્પાઉન્ડમાં ખુલ્લા આકાશ નીચે વાહનો બંધ પડી રહેવાથી તેમાં કાટ લાગી જતો હતો અને તેની આર્થિક કિંમતમાં ભારે ઘટાડો થતો હતો. પરિણામે, જ્યારે પણ હકીકતે વાહન નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી ત્યારે સરકારને તેની ખરી કિંમતની સરખામણીમાં ઘણી જ ઓછી કિંમત ઉપજતી હતી. આ જટિલ અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાના કાયમી નિરાકરણ માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને વાહનોના નિકાલની સંપૂર્ણ પ્રક્રિયામાં ધરખમ અને આવકારદાયક સુધારાઓ કર્યા છે અને જૂના વાહનોની હરાજી ઓફલાઇન હરાજી સંપૂર્ણ બંધ કરી દીધી છે.

સરકારી કચેરીઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોને ’રદબાતલ’ ગણવા અંગે હવે વિશેષ અને સ્પષ્ટ માપદંડો નક્કી કરાયા છે. નવા નિયમ અનુસાર, જો કોઈ સરકારી વાહને 2.50 લાખ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હોય અને તેની ખરીદીને 10 વર્ષ પૂરા થઈ ગયા હોય, તો કચેરીના વડા (HoD) હવે પોતાની સત્તાની રૂૂએ સીધા જ તે વાહનને રદબાતલ જાહેર કરી શકશે.

વધતા જતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારની તાજેતરની માર્ગદર્શિકા (G.S.R 29(E) મુજબ હવે રાજ્ય સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ નવા નિયમો અને માર્ગદર્શિકા અનુસાર 15 વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતા કોઈપણ સરકારી વાહનને હવે ફરીવાર ઉપયોગમાં લઈ શકાશે નહીં. આવા વાહનો જો રદબાતલ જાહેર થાય, તો તેમને ફરજિયાતપણે સરકાર માન્ય રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટીમારફતે જ સ્ક્રેપ એટલે કે ભંગારમાં આપવાના રહેશે. આવા અતિ જૂના વાહનોને રદબાતલ કર્યા બાદ તેનો ઉપયોગ થાય તે અર્થે અન્ય કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને જાહેર હરાજીથી વેચી શકાશે નહીં. આ પર્યાવરણલક્ષી નિર્ણયથી ડીઝલ અને પેટ્રોલના ધુમાડાથી પ્રદૂષણ ફેલાવતા વાહનો રસ્તાઓ પરથી કાયમી ધોરણે હટી જશે.

આ ઉપરાંત, ભંગાર વાહનોની નિકાલ પ્રક્રિયા ઝડપી અને વિવાદમુક્ત બને તે માટે એક નવું અને સચોટ વહીવટી માળખું ઊભું કરાયું છે. સમગ્ર ઓનલાઈન નિકાલ પ્રક્રિયાના સંચાલન માટે દરેક જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (છઝઘ) અથવા મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (અછઝઘ) ને ’નોડલ અધિકારી’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી સંપત્તિનું યોગ્ય અને પૂરતું મૂલ્ય મળી રહે તે સુનિશ્ચિત કરવા વાહનની ટેક્સ વગરની મૂળ ખરીદ કિંમતના 4 ટકા લેખે તેની ’તળિયાની કિંમત’ (ઇફતય ઙશિભય) નક્કી કરવામાં આવશે. જૂના વાહન બાબતે જો કચેરી પાસે મૂળ ખરીદ કિંમતના દસ્તાવેજો કે બીલ ઉપલબ્ધ ના હોય તેવા સંજોગોમાં સમાન મોડેલની પ્રવર્તમાન બજાર કિંમતને આધાર બનાવવામાં આવશે. કચેરીએ વાહનની સંપૂર્ણ માહિતી અને કલર ફોટો નોડલ અધિકારીને આપવાના રહેશે.

કેન્દ્ર સરકારના ’ડિજિટલ ઈન્ડિયા’ વિઝન હેઠળ વાહનોની જૂની અને ધીમી ઓફલાઈન હરાજી પ્રથા હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર શૂન્ય કરવાના ઉદ્દેશ્યથી, નોડલ અધિકારી દ્વારા હરાજીની પ્રક્રિયા કેન્દ્ર સરકાર માન્ય MSTC (મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ) અથવા GeM પોર્ટલ પર જ ઓનલાઈન કરવામાં આવશે. જો ઓનલાઈન ઓક્શન કોઈ કારણસર નિષ્ફળ જાય, તો જ નિયત કરાયેલી સ્થાનિક જિલ્લા કક્ષાની ઉચ્ચ સમિતિ નવેસરથી કિંમતનું મૂલ્યાંકન કરી શકશે. હરાજીમાં સફળ બીડરે વાહનની સંપૂર્ણ રકમ સીધી મૂળ કચેરીના સરકારી એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી માત્ર વહીવટી પારદર્શિતા જ નહીં આવે, પરંતુ સરકારી કચેરીઓ ભંગાર વાહનોથી મુક્ત બની વધુ સુંદર અને હરિયાળી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *