મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી મહાયુતિ ગઠબંધનના નેતાઓ વચ્ચે મતભેદના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, રાજ્યમાં સરકાર રચાઈ અને એકનાથ શિંદેએ પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યા. વિધાનસભાના શિયાળુ સત્રની શરૂૂઆત પહેલા 39 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી છે. સીએમ ફડણવીસ ઊર્જા, કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ વિભાગ અને માહિતી અને પ્રચાર વિભાગ પણ સંભાળશે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શહેરી વિકાસ, આવાસ અને જાહેર બાંધકામ વિભાગ (જાહેર સાહસો) ફાળવવામાં આવ્યા છે. જ્યારે અજિત પવાર પાસે નાણાં અને આયોજન અને રાજ્ય આબકારી વિભાગ છે. વિભાગોની ફાળવણીને લઈને ઝઘડા બાદ હવે પ્રભારી મંત્રી બનવાને લઈને ટેન્શન છે. ખરેખર તો પ્રભારી મંત્રીને જિલ્લાના વિકાસની જવાબદારી સોંપવામાં આવે છે. જિલ્લા વિકાસ અને આયોજન ભંડોળ પણ તેમના નિયંત્રણ હેઠળ રહે છે.
શિવસેનાના મંત્રીઓ ભરત ગોગાવાલે અને સંજય શિરસાટ પહેલાથી જ રાયગઢ અને છત્રપતિ સંભાજીનગર જિલ્લા પર દાવો કરી ચૂક્યા છે. સાથે જ અઈઙ અને ભાજપ પણ આ જિલ્લાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ફડણવીસની સરકારમાં 42 મંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ 12 જિલ્લા એવા છે જ્યાંથી કોઈ મંત્રી બનાવવામાં આવ્યા નથી. તે જ સમયે, કેટલાક જિલ્લાના ઘણા ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આવી સ્થિતિમાં હવે તેમની વચ્ચે જિલ્લા વાલી બનવાની હરીફાઈ ચાલી રહી છે.
શિવસેનાના મંત્રી શંભુરાજ દેસાઈનો દાવો છે કે પોર્ટફોલિયોને લઈને ન તો કોઈ તણાવ હતો કે ન તો વાલી મંત્રીને લઈને કોઈ ઝઘડો થયો હતો. રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે સરકાર આવા કોઈપણ વિવાદને સંભાળવા સક્ષમ છે. તમને જણાવી દઈએ કે મુંબઈથી શિવસેના અને એનસીપી તરફથી કોઈ મંત્રી નથી. આવી સ્થિતિમાં ભાજપના આશિષ સેલારને પ્રભારી મંત્રી બનાવવામાં આવી શકે છે. શિવસેના ઈચ્છે છે કે મુંબઈમાં ઓછામાં ઓછા એક મંત્રીને વાલી બનાવવામાં આવે.
અગાઉની સરકારમાં સાવંતવાડીના શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરને મુંબઈ શહેરની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વખતે ભાજપ કોઈ સમાધાનના મૂડમાં નથી. જ્યારે સિરસાટે દાવો કર્યો છે કે સંભાજીનગરમાં તેમને વાલી બનાવવાની માત્ર જાહેરાત જ બાકી છે. ભાજપના ધારાસભ્ય અતુલ સેવેએ કહ્યું કે મહાયુતિ જે પણ નિર્ણય લેશે તેને સ્વીકારવામાં આવશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ અગાઉ પણ મારા પર વિશ્વાસ કર્યો છે અને તેથી જ મને ત્રણ વિભાગો આપવામાં આવ્યા છે. રાયગઢમાં અદિતિ તટકરે અને ગોગાવલે વચ્ચે ટક્કર થઈ શકે છે. એનસીપીના મંત્રી માણિકરાવ કોકાટેએ જણાવ્યું હતું કે જિલ્લામાં પાર્ટીના સાત ધારાસભ્યો છે. ભાજપના પાંચ અને શિવસેનાના બે છે. આવી સ્થિતિમાં નાશિક પર તેમનો દાવો પણ મજબૂત છે.