અમેરિકા તમામ દેશો સાથે સંકલન કરી ઓઇલ પરિવહન સરળ કરશે: ટ્રમ્પ
યુએસ અધિકારીઓએ જર્નલને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસની જાહેરાત આ અઠવાડિયામાં જ આવી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંભવિત કરાર થાય તે પહેલાં એસ્કોર્ટ મિશન શરૂૂ કરવામાં આવશે.
વહીવટીતંત્રના સભ્યોએ કહ્યું છે કે યુએસ નેવી ઈરાનના દરિયાકાંઠે એક વ્યૂહાત્મક જળમાર્ગ, સ્ટ્રેટમાં નેવિગેટ કરતા વાણિજ્યિક જહાજોને ટેકો આપશે. ઈરાને દરિયાઈ ખાણો અને નાના જહાજોનો ઉપયોગ કરીને માર્ગ પ્રતિબંધિત કર્યો છે, આ પગલાથી તેલ બજારો પર દબાણ આવ્યું છે. વિશ્વના દૈનિક તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
ટ્રમ્પે અન્ય દેશોને મદદ કરવા હાકલ કરી હતી, જેમાં કહ્યું હતું કે, “ઘણા દેશો, ખાસ કરીને જે લોકો હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાના ઈરાનના પ્રયાસથી પ્રભાવિત છે, તેઓ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સાથે મળીને યુદ્ધ જહાજો મોકલશે.” તેમણે ઉમેર્યું હતું કે તેમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય લોકો આ વિસ્તારમાં જહાજો મોકલશે.
ટ્રમ્પે ફરીથી પોસ્ટ કરીને વિનંતી કરી હતી કે, “હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ મેળવતા વિશ્વના દેશોએ તે માર્ગનું ધ્યાન રાખવું જોઈએ, અને અમે મદદ કરીશું – ઘણી બધી!” તેમણે ઉમેર્યું હતું કે, “યુએસ તે દેશો સાથે પણ સંકલન કરશે જેથી બધું ઝડપથી, સરળતાથી અને સારી રીતે ચાલે.”
બે અઠવાડિયા પહેલા યુએસ કામગીરી શરૂૂ થઈ ત્યારથી, વૈશ્વિક તેલના ભાવ પ્રતિ બેરલ 100 ને વટાવી ગયા છે, અને યુએસ ગેસના ભાવ પ્રતિ ગેલન 70 સેન્ટથી વધુ વધ્યા છે. કોંગ્રેસમાં રિપબ્લિકન સભ્યોએ વ્હાઇટ હાઉસને ચૂંટણી વર્ષની શરૂૂઆતમાં ટૂંકા ગાળાના આર્થિક આંચકાને રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી છે.
