તાલુકા પંચાયતમાં 30 ફોર્મ ઉપડયા
રાજકોટ સહિત રાજ્યભરની નગરપાલિકાના અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરી મતદાન અને 18 ફેબ્રુઆરી પરિણામ જાહેર થશે. રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકામાં અને છ તાલુકા પંચાયતની બેઠકો પર ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઇ કોંગ્રેસ,ભાજપ અન્ય પક્ષોએ અત્યારથી પ્રચારની શરૂૂઆત કરી દેવામાં આવી છે. પક્ષો દ્વારા ઉમેદવારોની સેસ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને મેન્ડેડ આપવાની પ્રક્રિયા પણ શરૂૂ કરી દેવામાં આવી છે. મંગળવારના રોજ 28 તારીખથી ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ચૂકી છે.
અને ઉમેદવારો પોતાના ફોર્મ પહેલી તારીખ સુધી ફોર્મ ભરી શકશે. જેમાં રાજકોટ જિલ્લાની જેતપુર-જસદણ-ધોરાજી-ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકાઓની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 280 જેટલા ફોર્મ ઉપાડ્યા છે જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 30 ફોર્મ ઉપડ્યા છે. અને ધોરાજી નગરપાલિકામાં ત્રણ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરી પણ દીધા છે. એક ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. અને ત્યારબાદ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 4 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાના ફોર્મ પણ પરત ખેંચી શકશે.