અસ્વિકૃત રાજકીય પાર્ટીને દાન પર કોઇ પેનલ્ટી નહીં, ITATનો કરદાતા તરફી ચૂકાદો

  આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદની બેન્ચે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા રાજકીય દાનની કપાત (ડિડક્શન) નામંજૂર થવા છતાં કરદાતા પર લાદવામાં આવેલી પેનલ્ટી…

 

આવકવેરા અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદની બેન્ચે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા રાજકીય દાનની કપાત (ડિડક્શન) નામંજૂર થવા છતાં કરદાતા પર લાદવામાં આવેલી પેનલ્ટી રદ કરી દીધી છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટતા કરી છે કે આવકવેરા રિટર્નમાં જો દાનની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવી હોય, તો માત્ર કપાત અસ્વીકૃત (disallow) થવાના આધારે કરદાતાએ આવક છુપાવી છે કે ખોટી વિગતો દર્શાવી છે તેવું માની શકાય નહીં.

આ કેસ આકારણી વર્ષ 2019-20 સાથે સંબંધિત છે, જેમાં કરદાતાએ માનવાધિકાર નેશનલ પાર્ટી નામક રાજકીય પક્ષને આપેલા ₹1.5 લાખના દાન સામે આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ કપાતનો દાવો કર્યો હતો અને પોતાની કુલ આવક ₹13.25 લાખ દર્શાવી હતી. ત્યારબાદ, દાનની વિશ્વસનીયતા ચકાસવા માટે કલમ 148 હેઠળ આકારણી ફરી ખોલવામાં આવી હતી.

પુન: આકારણી દરમિયાન આકારણી અધિકારી (AO) દ્વારા આ કપાત અસ્વીકાર કરવામાં આવી હતી અને કલમ 270અ હેઠળ કરદાતા પર આવકની ખોટી રજૂઆત (ળશતયિાજ્ઞિશિંક્ષલ) ગણીને ₹93,600ની પેનલ્ટી લાદવામાં આવી હતી. આ આદેશ સામે કરદાતાએ ITAT સમક્ષ અપીલ દાખલ કરી હતી.

ITAT અમદાવાદે સુનાવણી બાદ કલમ 270A હેઠળ લાદવામાં આવેલી ₹93,600ની પેનલ્ટી સંપૂર્ણપણે રદ કરી દીધી હતી. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે કલમ 270અ હેઠળ અંડર-રિપોર્ટિંગ અને મિસ-રિપોર્ટિંગ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. મિસ-રિપોર્ટિંગ માટે ઊંચી પેનલ્ટી ત્યારે જ લગાવી શકાય જ્યારે તથ્યો છુપાવ્યા હોય, ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોય કે બનાવટી પુરાવા આપ્યા હોય. પ્રસ્તુત કેસમાં કરદાતા તરફથી કોઈ ખોટા દસ્તાવેજ કે વિગતો છુપાવ્યાનું સાબિત થતું ન હોવાથી કાયદાકીય રીતે આ પેનલ્ટી ટકી શકે તેમ નથી.

વધુમાં, ટ્રિબ્યુનલે એ બાબત પણ સ્પષ્ટ કરી કે કરદાતાએ રકમ નાની હોવાથી અથવા લાંબી કાનૂની પ્રક્રિયાથી બચવા માટે મુખ્ય ઉમેરા (addition) સામે અપીલ ન કરવાનું પસંદ કર્યું હોય, તેનો અર્થ એવો નથી થતો કે તેણે ગુનો કે કરચોરી સ્વીકારી લીધી છે. નિષ્ણાતોના મતે, ITATના આવા સમાન ચુકાદાઓથી નોકરીયાત વર્ગ અને અન્ય સામાન્ય કરદાતાઓને મોટી રાહત મળશે જેઓ આ પ્રકારના વિવાદોમાં દંડનો સામનો કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *