મતદાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મતારીખનો દાખલો અગાઉ નાગરિકતા પ્રસ્થાપિત કરવા માન્ય રહ્યા નથી, હવે પાસપોર્ટની માન્યતા પણ રદ
સામાન્ય રીતે માત્ર ભારતના નાગરિકોને ભારતીય પાસપોર્ટ આપવામાં આવે છે, જોકે વિદેશ મંત્રાલય (MEA)એ હવે સ્પષ્ટતા કરી છે કે પાસપોર્ટ નાગરિકતા સાબિત કરતો દસ્તાવેજ નથી. પાસપોર્ટ સેવા દિવસની 14મી વર્ષગાંઠના અવસરે મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
જોકે આ નિવેદન પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર વ્યાપક ચર્ચા શરૂૂ થઈ છે કે આખરે નાગરિકતાનો નિર્ણાયક પુરાવો કયો દસ્તાવેજ ગણાય. આ એક એવો મુદ્દો છે, કે જેના અંગે કેન્દ્ર સરકારે હજુ સુધી સ્પષ્ટ અને સર્વસ્વીકાર્ય જવાબ આપ્યો નથી. બુધવારે MEAએ જણાવ્યું હતું કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે, જે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવા માટે જારી કરવામાં આવે છે. એટલે કે માત્ર પાસપોર્ટ ધરાવવાથી નાગરિકતા સાબિત થતી નથી. આ બાબત થોડી વિસંગતતા પણ દર્શાવે છે, કારણ કે પાસપોર્ટ તો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને દેશના નાગરિક ન હોય તેવા લોકોને દેશને પાસપોર્ટ મળતો નથી. હકીકતમાં પાસપોર્ટ મળવાનો અર્થ એ પણ નથી કે તે તમારી માલિકીની સંપત્તિ છે.
પાસપોર્ટના પાછળના કવરમાં સ્પષ્ટ લખેલું હોય છે કે તે ભારત સરકારની મિલકત છે અને સરકાર આદેશ આપે ત્યારે તેને પરત સોંપવો પડશે. આ વર્ષની શરૂૂઆતમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારા (SIR) અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે આધાર કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી. તે માત્ર ઓળખનો દસ્તાવેજ છે. તે જ રીતે મતદાર ઓળખપત્રને પણ નાગરિકતાનો દસ્તાવેજ માનવામાં આવતો નથી. તે મુખ્યત્વે ઓળખ અને રહેઠાણનો પુરાવો છે. ભારતના નાગરિકતા કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિનો જન્મ 26 જાન્યુઆરી, 1950થી 1 જુલાઈ, 1987 પહેલાં ભારતમાં થયો હોય તો તે જન્મથી ભારતીય નાગરિક ગણાય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ જુલાઈ 1987 પછી થયો હોય, તો તેના માતા કે પિતા પૈકી કોઈ એક ભારતીય નાગરિક હોય તો તે નાગરિકતા મેળવી શકે છે.
સુપ્રીમ કોર્ટે પણ અનેક અરજીઓમાં આધારને નાગરિકતાનો પુરાવો માનવાની વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. આધાર માત્ર રહેઠાણ અને ઓળખનો પુરાવો છે, નાગરિકતાનો નહીં. વોટર આઈડી અને રેશન કાર્ડ: ઓળખ અને લાભાર્થી તરીકે વપરાય છે, પરંતુ નાગરિકતાના અંતિમ પુરાવા નથી. જન્મ પ્રમાણપત્ર: મહત્વનો પુરાવો ગણાય છે. એનઆરસી (National Register of Citizens): અસમમાં અમલમાં છે અને કેન્દ્ર સરકાર તેને રાષ્ટ્રીય સ્તરે અમલમાં મૂકવાની વાત કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં હજુ સુધી નાગરિકતાના અંતિમ પુરાવા માટે વ્યાપક તંત્રની અછત છે. આ વિવાદે નાગરિકોમાં મૂંઝવણ વધારી છે. સરકારે ટૂંક સમયમાં સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવી જોઈએ.
