ન્યાયતંત્રને કોઇ ડરાવી-ધમકાવી શકતું નથી: કૂચ મામલે રાહુલને સુપ્રીમની ફટકાર

ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની વર્તણૂક પર સખત વાંધો ઉઠાવતા, 12 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલત સુધી કાઢવામાં આવેલી તેમની માર્ચ (કૂચ) બદલ તેમને ફટકાર લગાવી હતી.…

ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની વર્તણૂક પર સખત વાંધો ઉઠાવતા, 12 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલત સુધી કાઢવામાં આવેલી તેમની માર્ચ (કૂચ) બદલ તેમને ફટકાર લગાવી હતી. કોર્ટે વિરોધ પક્ષના નેતાને તેમના આ કૃત્ય અંગે સ્પષ્ટતા આપવા કહ્યું છે. વિરોધ પક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કાઢવામાં આવેલી માર્ચ અને ત્યારબાદ સર્જાયેલી અંધાધૂંધીનો ઉલ્લેખ કરતા, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્ય કાંતે કહ્યું કે, ન્યાયતંત્રને “કોઈ ડરાવી-ધમકાવી શકતું નથી”. સર્વોચ્ચ અદાલતે ’ઈન્ડિયા’ ગઠબંધન અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂંટણી પંચ (ECI) અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ પણ પાઠવી છે. આ અરજીઓમાં SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને સંબોધતા CJIએ કહ્યું, “નોટિસ પાઠવવાનો અર્થ એ નથી કે અમે કોઈ બાબતની ટીકા કે નિંદા કરી રહ્યા છીએ. પરંતુ, તે પહેલાં એક વાંધો છે. અમે આગામી સુનાવણીની તારીખે અરજદારોમાંથી એકને તેમની વર્તણૂક વિશે પૂછવા માંગીએ છીએ.”

સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા દ્વારા 12 ઓક્ટોબરની માર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ CJIએ આ ટિપ્પણી કરી હતી. CJIએ વધુમાં કહ્યું, “આવા નબળા પ્રયાસો છે જેના પર કોઈ ધ્યાન આપતું નથી. અમે કોઈ અલગ દુનિયામાં (આઈવરી ટાવરમાં) બેઠા નથી. અમને બધી બાબતોની જાણ છે.”

આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકેની માન્યતા રદ કરવાના (ડીનોટિફાય કરવાના) નિર્ણયને પડકારતી અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે કોર્ટ તપાસ કરશે કે શું દિલ્હી પોલીસે આ નિર્ણય લેતા પહેલા “યોગ્ય રીતે વિચાર-વિમર્શ” સુપ્રિમ કોર્ટે આ ઉપરાંત દેખાવો દરમિયાન પોલીસને સીટીવી ફુટેજ સાચવવા સાથે ખાનગી વિડીયો પણ પુરાવા તરીકે માન્ય રાખવા આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *