સરકાર ગમે તેની હોય પણ સત્તાના કેન્દ્રમાં કાયમ અજિત પવાર જ રહેતા

શરદ પવારની આંગળી પકડી સહકારી ક્ષેત્રમાં આવેલા અજિત દાદા ખુલ્લી બગાવત કરી નાયબ મુખ્યમંત્રીની ખુરશીમાં ગોઠવાઈ ગયા; સરકાર બદલી તો સામે પાટલીએ જઈ ત્યાં પણ…

શરદ પવારની આંગળી પકડી સહકારી ક્ષેત્રમાં આવેલા અજિત દાદા ખુલ્લી બગાવત કરી નાયબ મુખ્યમંત્રીની ખુરશીમાં ગોઠવાઈ ગયા; સરકાર બદલી તો સામે પાટલીએ જઈ ત્યાં પણ ફરી ડેપ્યુટી સીએમ બની ગયા!

2024ની લોકસભામાં એનસીપીના છીનવેલા ચિહ્ન ઘડિયાળથી માંડ 1 બેઠક મળી પણ એ જ વર્ષે વિધાનસભામાં એકલા હાથે 41 બેઠકો જીતી પાવર બરકરાર રાખ્યો

અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરા ગામમાં થયો હતો. ગ્રામીણ ભારતના સામાજિક-આર્થિક પડકારો વચ્ચે મોટા થતા, તેમને ખેડૂતો અને કૃષિ સમુદાયને અસર કરતા પ્રશ્નોની સીધી સમજ મળી. આ શરૂૂઆતી અનુભવોએ પ્રાદેશિક વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને આકાર આપ્યો અને રાજનીતિમાં તેમના ભવિષ્યનો પાયો નાખ્યો.

અજિત પવારના પિતા, અનંતરાવ પવાર, મુંબઈના પ્રખ્યાત રાજકમલ સ્ટુડિયોમાં કામ કરતા હતા. પિતાના અવસાન બાદ તેમનો અભ્યાસ ઓછો થઈ ગયો. તેમણે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડમાંથી એસએસસી (SSC) સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. પિતાના વહેલા અવસાનનો અર્થ એ હતો કે યુવાન અજિત પવારને પોતાના પરિવારને ટેકો આપવા માટે વહેલું કામ શરૂૂ કરવું પડ્યું હતું.

અજિત પવારનો રાજનીતિમાં પ્રવેશ ક્યારે થયો તેના કરતા કેવી રીતે થયો તે વધુ મહત્વનું છે. તેમના કાકા શરદ પવાર 1982 સુધીમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં એક સ્થાપિત નેતા બની ચૂક્યા હતા. ત્યારે 23 વર્ષના અજિત પવાર સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા. આ ભૂમિકાએ ગ્રામીણ આર્થિક પ્રણાલીઓની તેમની સમજ માટે આધાર તૈયાર કર્યો.

વર્ષ 2019 અજિત પવારની કારકિર્દી માટે નાટકીય હતું. તેમણે પોતાના કાકા શરદ પવાર સામે પ્રથમ ખુલ્લી બગાવત કરી અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે, ત્રણ દિવસ બાદ તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેઓ ફરી ગઈઙ માં પરત ફર્યા અને ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા. જુલાઈ 2023 માં, તેમણે ફરી બળવો કર્યો અને એકનાથ શિંદે-ભાજપ સરકારમાં સામેલ થયા.

2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષના નામ અને ચિહ્ન પર દાવો કરવા છતાં તેઓ માત્ર એક જ બેઠક જીતી શક્યા. પરંતુ, 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે વળતો પ્રહાર કર્યો. મહાયુતિ ગઠબંધનની જીતમાં 41 બેઠકો સાથે અજિત પવારે સાબિત કરી દીધું કે તેઓ પોતાના દમ પર જનતાને જીતવામાં સક્ષમ છે.
અજિત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા અને તેમને બે પુત્રો છે, જય પવાર અને પાર્થ પવાર. જય બિઝનેસમાં છે, જ્યારે પાર્થે રાજનીતિમાં કારકિર્દી બનાવી છે.

મંત્રીપદે અજિત પવારની સફર
કૃષિ અને વીજળી રાજ્ય મંત્રી: જૂન 1991 થી નવેમ્બર 1992
જળ પુરવઠા, વીજળી અને આયોજન રાજ્ય મંત્રી: નવેમ્બર 1992 થી ફેબ્રુઆરી 1993
સિંચાઈ અને બાગાયત મંત્રી: ઓક્ટોબર 1999 થી જુલાઈ 2004
ગ્રામીણ વિકાસ, સિંચાઈ મંત્રી: જુલાઈ 2004 થી નવેમ્બર 2004
જળ સંસાધન મંત્રી: નવેમ્બર 2004 થી નવેમ્બર 2009
ઉર્જા અને જળ સંસાધન મંત્રી: નવેમ્બર 2009 થી નવેમ્બર 2010
નાયબ મુખ્યમંત્રી (નાણાં, આયોજન અને ઉર્જા): નવેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2014 (વિવિધ ગાળામાં)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *