ચાર મુખ્ય રાજ્યોની સત્તાના ફાઈનલ જંગમાં એક્ઝિટ પોલનાં આંકડા
પશ્ર્ચિમ બંગાળમાં ફરી ખેલા હોબે, દીદીને ભાજપ ટક્કર આપશે પણ મેજીક ફિગરમાં ટી.એમ.સી.આગળ
તમિલનાડુમાં ભાજપ- DMK વચ્ચે કાંટેકી ટક્કર છતાં BJP તરફ સરકતું સત્તાનું સિંહાસન
કેરલમમાં પણ ડાબેરી-કોંગ્રેસનો ગઢ યથાવત રહેશે, ભાજપ ગઠબંધનનું ખાતું પણ માંડ ખુલશે
આસામની હેમંત બિસ્વાનો વટ અકબંધ, ભાજપનો એક તરફી વિજય વાવટો ફરકશે
દેશના પાંચ રાજ્યો પશ્ર્ચિમબંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પોંડીચેરીમાં વિધાનસભાની સત્તાના ફાીનલ જંગ સમાનજ ચુંટણીઓની તારીખ જાહેર થતાં જ ઓપિનિયન પોલ પણ જાહેર થયા છે. જે મુજબ ભાજપને બંગાળમાં દીદીનો ગઢ કબજે કરવામાં હજુ સફળતા મળે તેવું લાગતુ નથી, જ્યારે કેરલમમાં પણ ડોબરીઓ કોંગ્રેસ સાથે મળી પોતાનો ગઢ સાચવી રાખે તેવો વર્તારો છે. અહિં ભાજપનું ખાતુ પણ માંડ ખુલશે.
જો કે, તામિલનાડુમાં ડીએમકેના ગઢમાં ભાજપ સાથી પક્ષોના જોરે ગાબડુ પાડે તેવા તારણો છે જ્યારે આસામમાં હેમંતા બિસ્વાના ખંભે ભાજપની નાવ આસાનીથી પાર થશે અને ફરી ભાજપ શાસન રચાશે તેવું ઓપિનિયન પોલ જણાવે છે.
પશ્ર્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, ત્યારે તાજેતરના ઓપિનિયન પોલના આંકડા સામે આવ્યા છે. મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, 294 બેઠકો વાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ફરી એકવાર આગળ જોવા મળી રહી છે, જ્યારે ભાજપ (BJP) ગઠબંધન બીજા ક્રમે છે. આ અંદાજ દર્શાવે છે કે ભલે TMC ને સ્પષ્ટ સરસાઈ મળી રહી હોય, પરંતુ ભાજપ તેમને જબરદસ્ત અને કાંટાની ટક્કર આપી રહ્યું છે. રાજ્યમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થવાનું છે અને તેના અંતિમ પરિણામો 4 મેના રોજ જાહેર થશે.
મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા પશ્ચિમ બંગાળની તમામ 294 બેઠકો માટે કરવામાં આવેલા સર્વેના આંકડા TMC (તૃણમૂલ કોંગ્રેસ): 155 થી 170 બેઠકો, BJP+ (ભાજપ ગઠબંધન): 100 થી 115 બેઠકો અને ઘઝઇં (અન્ય પક્ષો): 5 થી 7 બેઠકો જીતી શકે છે. બેઠકોની સાથે સાથે જો લોકોના મતના ટકા (વોટ શેર) ની વાત કરીએ, તો અહીં મુકાબલો એકદમ રસપ્રદ દેખાઈ રહ્યો છે. TMC નો વોટ શેર: 43 થી 45% રહશે ત્યારે ભાજપ+ નો વોટ શેર: 41 થી 43% રહેશે અને અન્યનો વોટ શેર: 13 થી 15% રહેવાની ધારણા ચે.
સર્વેના આંકડા સ્પષ્ટ કરે છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતનો ચૂંટણી જંગ એકતરફી નહીં હોય. વોટ શેર પર નજર કરીએ તો TMC અને ભાજપ વચ્ચે માત્ર 2 ટકાનો જ તફાવત દેખાઈ રહ્યો છે. ભાજપે ઘણા વિસ્તારોમાં પોતાનો મજબૂત દબદબો જાળવી રાખ્યો છે, જેના કારણે અમુક સીટો પર અગાઉની ચૂંટણીઓ કરતાં આ વખતે હાર-જીતનું અંતર ખૂબ જ ઓછું રહી શકે છે અને સ્પર્ધા વધુ કડક બની શકે છે. પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકો માટે આ વખતે માત્ર બે જ તબક્કામાં મતદાન થશે. પહેલું મતદાન 23 એપ્રિલે અને બીજું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે.
તામિલનાડુમાં ભાજપ મેદાન મારશે દક્ષિણ ભારતના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર થતો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને લઈને મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલના આંકડા સામે આવ્યા છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. 234 બેઠકો વાળી વિધાનસભાના આ સર્વેમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તાધારી ડીએમકે ગઠબંધન કરતા થોડું આગળ જોવા મળી રહ્યું છે. અંદાજ છે કે ભાજપ ગઠબંધન બહુમતીનો જાદુઈ આંકડો પાર કરી લેશે, જ્યારે DMK તેમને જોરદાર અને નજીકની ટક્કર આપી રહ્યું છે. આ કાંટાની ટક્કરમાં નાના પક્ષો પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો માટે કરવામાં આવેલા સર્વેના આંકડા મુજબ ભાજપ+ (BJP ગઠબંધન): 114 થી 127 બેઠકો, ડીએમકે+ (DMK ગઠબંધન): 104 થી 114 બેઠકો, ટીવીકે (TVK): 6 થી 12 બેઠકો અને અન્ય પક્ષો (ઘઝઇં): 1 થી 6 બેઠકો જીતી શકે છે.
આ આંકડાઓ સ્પષ્ટ ઈશારો કરે છે કે ભાજપ ગઠબંધન 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે જરૂૂરી બહુમતીનો આંકડો (118 બેઠકો) આસાનીથી પાર કરી શકે છે. જોકે, DMK ગઠબંધન પણ બહુ પાછળ નથી, જે દર્શાવે છે કે અલગ-અલગ વિસ્તારોમાં મુકાબલો એકદમ રોમાંચક રહેશે.
આ ઓપિનિયન પોલ દર્શાવે છે કે બંને મુખ્ય ગઠબંધન વચ્ચે બેઠકોનો તફાવત બહુ મોટો નથી. આનો સીધો અર્થ એ છે કે, આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે અને અંતિમ પરિણામ એ ’સ્વિંગ સીટો’ પર આધાર રાખશે. આવી સીટો પર નાના પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. ચૂંટણી પંચના સત્તાવાર કાર્યક્રમ મુજબ, તમિલનાડુમાં બધી 234 બેઠકો માટે 23 એપ્રિલના રોજ માત્ર એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરવામાં આવશે.
કેરલમમાં ડાબેરીઓનો ગઢ દક્ષિણ ભારતના વધુ એક રાજ્ય કેરલમની વિધાનસભા ચૂંટણીને લઈને એકદમ ચોંકાવનારા અને રસપ્રદ આંકડા સામે આવ્યા છે. મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા કરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલ મુજબ, 140 બેઠકો વાળી કેરળ વિધાનસભામાં સત્તાધારી ડાબેરી ગઠબંધન અને કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધન વચ્ચે જબરદસ્ત કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સર્વે દર્શાવે છે કે ડાબેરીઓ અત્યારે બહુ જ મામૂલી અંતરથી આગળ છે, પણ બંને પક્ષો વચ્ચે બેઠકોનો તફાવત એટલો નાનો છે કે ચૂંટણીનું અંતિમ પરિણામ કોઈપણ તરફ જઈ શકે છે. રાજ્યમાં 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 4 મેના રોજ ફાઈનલ પરિણામ જાહેર થશે.
મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા કેરળની તમામ 140 વિધાનસભા બેઠકો માટે કરવામાં આવેલા સર્વેના અંદાજિત આંકડા મુજબ ડાબેરી+ (કયરિ+ં ગઠબંધન): 61 થી 71 બેઠકો, કોંગ્રેસ+ (ઈજ્ઞક્ષલયિતત+ ગઠબંધન): 58 થી 69 બેઠકો, એનડીએ (ગઉઅ – ભાજપ ગઠબંધન): 2 બેઠકો જીતી શકે છે. આ આંકડાઓ સ્પષ્ટપણે ઈશારો કરે છે કે ડાબેરી નેતૃત્વ હેઠળનું ગઠબંધન આગળ તો છે, પરંતુ તેમની સરસાઈ બહુ જ પાતળી (નાની) છે. 140 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 71 બેઠકો જોઈએ, અને બંને ગઠબંધન આ જાદુઈ આંકડાની બરાબર આસપાસ જ રમી રહ્યા છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, કેરળમાં તમામ 140 બેઠકો માટે 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ કરવામાં આવશે.
આસામ
આસામ વિધાનસભા ચૂંટણીને લઈને એક બહુ જ મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ થયેલા મેટ્રિઝ-આઈએએનએસ ના ઓપિનિયન પોલ મુજબ, આસામમાં ફરી એકવાર શાસક પક્ષ ભાજપ ની સરકાર બનતી દેખાઈ રહી છે. 126 બેઠકો વાળી આસામ વિધાનસભામાં ભાજપ અને તેનું ગઠબંધન સ્પષ્ટ બહુમતીનો આંકડો આસાનીથી પાર કરતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન બેઠકોની સંખ્યામાં ઘણું પાછળ રહી ગયું છે અને તે આ અંતર ઘટાડવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યું છે. રાજ્યમાં 9 એપ્રિલના રોજ એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે અને 4 મેના રોજ તેના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે.
મેટ્રિઝ-આઈએએનએસ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલના આંકડાઓ પર નજર કરીએ તો આ ચૂંટણી ભાજપ ગઠબંધન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 126 વિધાનસભા બેઠકોના સર્વેના આંકડા જોઈએ તો ભાજપ+ (BJP ગઠબંધન): 96 થી 98 બેઠકો, કોંગ્રેસ+ (congress ગઠબંધન): 26 થી 28 બેઠકો અને અન્ય પક્ષો (NDA ): 2 થી 8 બેઠકો જીતી શકે છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભાજપ ગઠબંધન બહુમતી માટે જરૂૂરી આંકડો આસાનીથી વટાવી જશે, જ્યારે અન્ય પક્ષોને માત્ર અમુક જ વિસ્તારો પૂરતો સંતોષ માનવો પડશે. ભલે બેઠકોની સંખ્યામાં ભાજપ ઘણું આગળ દેખાઈ રહ્યું હોય, પણ વોટ શેરની દ્રષ્ટિએ અમુક બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી શકે છે. સર્વે અનુસાર અન્ય પક્ષોનો વોટ શેર 18 થી 20% ની આસપાસ રહી શકે છે.
30 બેઠકોની પોંડિચેરી ધારાસભામાં એનડીએ ગઠબંધન ફરી જીતી જશે
સોળમી પુડુચેરી વિધાનસભા ચૂંટણી એપ્રિલ-મે 2026 માં યોજાવાની છે, જ્યાં મતદારો 30 મતવિસ્તારોમાંથી પ્રતિનિધિઓ પસંદ કરશે. આ ચૂંટણી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 16મી વિધાનસભાના સભ્યો નક્કી કરશે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (ગઉઅ) હાલમાં આ પ્રદેશમાં સત્તા ધરાવે છે. શાસક જૂથ: AINRC-BJP જોડાણ (NDA) પુડુચેરીમાં શાસન કરવાનું ચાલુ રાખે છે, જેમાં એન. રંગાસામી મુખ્ય પ્રધાન છે. ભાજપે 2026 પહેલા તેના રાજ્ય એકમ અને ચૂંટણી મશીનરીને મજબૂત બનાવી છે. ભાજપના સશકત નેટવર્કને કારણે અહિંનીનાની વિધાનસભામાં એનડીએ ગઠબંધન ફરી સત્તામાં આવશે. કોંગ્રેસ-DMK ગઠબંધન મુખ્ય પડકાર રહે છે, જે મતદારોના અસંતોષનો લાભ ઉઠાવે છે અને સરકારના 2021ના મેનિફેસ્ટોના વચનોને લક્ષ્ય બનાવે છે. કેન્દ્રીય દેખરેખ: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપની ચૂંટણી રણનીતિનું નેતૃત્વ કરે છે, જેમાં અર્જુન રામ મેઘવાલ સહ-પ્રભારી છે, જે કેન્દ્રીય ભાજપનું પ્રતિનિધિત્વ કરી પ્રાદેશિક માર્ગદર્શન આપે છે. વ્યાપક પુનર્ગઠન વચ્ચે વીપી રામલિંગમને ભાજપ રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જુલાઈ 2025 માં ત્રણ નામાંકિત ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, સત્તા એકીકૃત કરવા અને વફાદારોને પુરસ્કાર આપવા માટે ભાજપના ઉપપ્રમુખોએ તેમની જગ્યાએ રાજીનામું આપ્યું. મુખ્યમંત્રી રંગાસ્વામીએ સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની હિમાયત કરવાનું ચાલુ રાખ્યું, જેમાં લેફ્ટનન્ટ ગવર્નરની વધેલી સત્તાઓને શાસન અવરોધ તરીકે મુખ્ય ઝુંબેશ થીમ તરીકે દર્શાવવામાં આવી. AINRC-ભાજપ ભાગીદારીની સ્થિરતા, ખાસ કરીને બેઠક વહેંચણી અને ઝુંબેશ સંકલનમાં, નજીકથી દેખરેખ રાખવામાં આવશે. તેઓની વચ્ચે સુમેળ રહેવાનો અણસાર છે. ટીવીકે એક નવો પક્ષ છે.
