હરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોત

કેટલાક મજૂરો ગંભીર, મૃતાંક વધવાની આશંકા હરિયાણાના ગુરૂૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 9 મજૂરોનાં મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક મજૂરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ…

કેટલાક મજૂરો ગંભીર, મૃતાંક વધવાની આશંકા

હરિયાણાના ગુરૂૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 9 મજૂરોનાં મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક મજૂરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિજનો પોતાના પરિવારના સભ્યોને શોધતા દેખાઈ રહ્યા છે. હાલમાં સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

સિગ્નેચર ગ્લોબલ નામની નિર્માણાધીન સોસાયટીમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટી ધસી પડતા ઘણા મજૂરો તેના નીચે દટાઈ ગયા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. આ અકસ્માતમાં લગભગ 9 મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ મજૂરોના મૃતદેહોને રાત્રે રાજસ્થાનના ભિવાડી જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ મૃતદેહોને મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ ભિવાડી પોલીસ હોસ્પિટલ પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી છે. હજુ સુધી હરિયાણાની પોલીસ ભિવાડી પહોંચી ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. પોલીસે મજૂરોની ખિસ્સામાંથી મળેલા આઈ કાર્ડના આધારે તેમની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સિધરાવલીમાં ગુરુગ્રામ બોર્ડર પાસે ઓલ્ડ રાવ હોટેલ નજીક આવેલી સિગ્નેચર ગ્લોબલ સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી બેસમેન્ટ ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. અહીં 25થી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.

સોમવારે મજૂરો બેસમેન્ટમાં માટી હટાવી રહ્યા હતા ત્યારે અચાનક બાજુની માટીની દીવાલ ધરાશાયી થઈ ગઈ અને ઘણા મજૂરો તેના નીચે દટાઈ ગયા. હાલ બચાવ કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *