બળાત્કાર કેસમાં નવો વળાંક, આરોપીનો આપઘાતનો પ્રયાસ

યુવાનના પરિવારે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી, ફરિયાદીના આક્ષેપો પાયાવિહોણા, ઘટનામાં ન્યાય આપવા માંગણી રાજકોટમાં તાજેતરમાં ચકચારી બનેલા બળાત્કારના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક…

યુવાનના પરિવારે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી, ફરિયાદીના આક્ષેપો પાયાવિહોણા, ઘટનામાં ન્યાય આપવા માંગણી

રાજકોટમાં તાજેતરમાં ચકચારી બનેલા બળાત્કારના કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી ધ્રુવલ દેસાઈએ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. ધ્રુવલ દેસાઈ પર લાગેલા ગંભીર આરોપો અને પોલીસની સતત તપાસ વચ્ચે તેણે આ અંતિમ પગલું ભરવાનો પ્રયત્ન કરતા સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસ અને પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં ધ્રુવલની સ્થિતિ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ આ પગલાએ કેસની દિશા બદલી નાખી છે.

આ ઘટનાક્રમ વચ્ચે આરોપી ધ્રુવલ દેસાઈની પત્ની રાજકોટ પોલીસ કમિશનરની કચેરીએ દોડી આવી હતી. કમિશનર કચેરીના પટાંગણમાં જ રડતા-રડતા તેણે પોતાની વેદના ઠાલવી હતી અને પોલીસ તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે તેના પતિને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે અને તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. “અમારી વાત સાંભળીને અમને ન્યાય આપો” તેવા શબ્દો સાથે પત્નીએ કરુણ આક્રંદ કર્યું હતું, જેનાથી કચેરીનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. તેણે મીડિયા સમક્ષ પણ પોતાની વાત રાખતા જણાવ્યું હતું કે આ કેસમાં એકતરફી કાર્યવાહી થઈ રહી હોવાનો તેમને ભય છે.

રાજકોટ પોલીસ દ્વારા આ બળાત્કાર કેસમાં સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. ધ્રુવલ દેસાઈ સામે થયેલી ફરિયાદ બાદ પોલીસ તેના સુધી પહોંચવા મથામણ કરી રહી હતી, તે દરમિયાન જ વારાણસીમાં તેના આપઘાતના પ્રયાસની ખબરે પોલીસ તંત્રને પણ ચોંકાવી દીધું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે તપાસ કરવામાં આવશે. બીજી તરફ, આરોપીની પત્ની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને તેની રજૂઆતને ધ્યાને લઈને પોલીસ કમિશનર કચેરી દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી શકે છે.

શિક્ષિકાને અન્ય ઘણી જગ્યાએ સબંધ, પૈસા પડાવવા ઉપયોગ કરાયાનો આક્ષેપ
હોસ્પિટલના બિછાનેથી વિદ્યાર્થીએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે આ શિક્ષિકાએ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ’હિડન બોયફ્રેન્ડ’ તરીકે રાખ્યો હતો. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, શિક્ષિકાએ તેને આર્થિક લાલચ આપી હતી અને બાદમાં તેને માનસિક રીતે ટોર્ચર કરવાનું શરૂૂ કર્યું હતું. આ વીડિયોમાં વિદ્યાર્થીએ એવો પણ સનસનીખેજ દાવો કર્યો છે કે આ મહિલા શિક્ષિકા અન્ય 50 જેટલી જગ્યાએ પણ આવા જ પ્રકારના સંબંધો ધરાવે છે અને અનેક યુવાનોને શિકાર બનાવ્યા છે.આ સમગ્ર મામલો ત્યારે બિચક્યો જ્યારે વિદ્યાર્થીને અહેસાસ થયો કે તેની સાથે છેતરપિંડી થઈ રહી છે.તેણે વીડિયોમાં રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી છે કે તેને માત્ર પૈસા પડાવવા અને અંગત સ્વાર્થ માટે જ ઉપયોગમાં લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *