દોઢ વર્ષથી વિકાસ કામો- મંજૂરીઓ બંધ, મુખ્યમંત્રી સુધી રજૂઆત
વેરાવળ-પાટણ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો. દ્વારા નગરપાલિકામાં સુડાના નિર્ણયથી થતા અન્યાય બાબતે રાજ્યના મુખ્યમંત્રી તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ સહિતના ને લેખિત રજૂઆત કરી તાજેતરમાં બહાર પડાયેલ જનરલ ગાઈડ લાઈન થી આ વિસ્તારની જનતાને કોઈ જ ફાયદો થતો નથી. આ પ્રકારના એક તરફી લેટર બહાર પાડવાથી જનતામાં ખુબ જ આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. તેથી આ વિસ્તારની જનતાને આશા છે કે, એસો. દ્વારા કરાયેલી આ રજૂઆતને ભોગોલિક સ્થિતિ વિગેરેને ધ્યાને લઈ સરકાર લોક હિતમાં નિર્ણય લેવા અને નવી તાજેતરની ગાઈડ લાઈનને સ્થગિત કરવાની માંગ કરેલ છે.
વેરાવળ-પાટણ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો. દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પાસે સોમનાથ કોરિડોરની કામગીરી ગતિમાં છે. પણ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તારમાં કામગીરી સંપૂર્ણ બંધ છે. જે સોમનાથ કોરિડોર ની બહુ જ દૂર આવેલ છે. વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તારમાં આવતાં તમામ પ્રકારના બાંધકામ તેમજ શહેરી વિકાસના કામો છેલ્લા દોઢ વર્ષથી બંધ છે. જેમાં બાંધકામ મંજૂરી, લે-આઉટ પ્લાન, સબ પ્લોટીંગ, ઈમ્પેકટ ફી અરજી વિગેરે નાના મોટા સુધારાઓને કોઈ મંજૂરી મળતી ન હોવાથી નગરપાલિકા વિસ્તારમાં જબરજસ્ત આર્થિક મંદી આવી ગયેલ છે. નગરપાલિકા વિસ્તારમાં જે લે-આઉટ મંજુર થયેલ છે. જેમાં કોઈ સુધારો થવાનો નથી. તેમાં પણ બાંધકામ વિગેરે મંજૂરી બંધ કરી લોકોને બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. આ કામગીરી સત્વરે નગરપાલીકા નાં માધ્યમથી થવી જોઈએ તેવી માંગ કરેલ છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તાર નો ડી-ર કેટેગરીમાં સમાવેશ કરેલ છે. જે ખરેખર અન્યાયી નિર્ણય છે. આ વિસ્તારની ભોગૌલીક પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવેલ નથી. ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓ જેવી કે, હિરણ, કપિલા અને સરસ્વતી નદી નો સમાવેશ થયેલ તે તરફ મોટો સમુદ્ર કિનારો, શહેરની વચ્ચેથી પસાર થતી દેવકા નદી, બે રેલ્વે ક્રોસીંગ, ર1 (એકવીસ) જેટલા પુરાતત્વ વિભાગના સ્તંભો આવેલ છે. બંદર વિસ્તારમાં આવેલ મોટાભાગની જગ્યાઓ સરકારી છે. જે પ્રાઈવેટ છે તેમને પ00 મીટર સી.આર.ઝેડ. લાગુ છે. આવી વૈવિધ્યસભર ભોગૌલીક પરિસ્થિતિને ધ્યાને સરકાર તરફથી લેવાવી જોઈએ. વેરાવળ-પાટણ વિસ્તારના પડતર પ્રશ્નો ડી-7 અને ડી-8 કેટેગરી મુજબ નગરપાલીકાના માધ્યમથી થવા જોઈએ. નગરપાલિકા વિસ્તારમાં ડી-ર કેટેગરીમાં સમાવેશ કરેલ છે જે ખરેખર જાહેર જનતા માટે અયોગ્ય અને અન્યાયી છે.
જૂનાગઢ, જામનગર, ભાવનગર વિગેરે ગુજરાતના મોટા શહેરો આવેલા છે તેની સરખામણીમાં વેરાવળ-પાટણ વિસ્તાર બહુ જ નાનો હોય ભવિષ્ય ના આયોજન માટે સૂરેન્દ્રનગર, આણંદ ની જેમ ડી-4 કેટેગરીમાં લેવો જોઈએ. ડી-ર કેટેગરીમાં 40 ટકા રિઝર્વેશન નકકી કર્યુ છે કે જયા હજુ ઝોનીંગ થયુ નથી તેમને વર્તમાન ડી-ર કેટેગરીમાં મુકવામાં આવ્યુ છે. 40 ટકા જેટલુ જંગી રિઝર્વેશન અને કપાત હોવાથી ખેડૂતો તથા નાના પ્લોટ ધારકોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. નવા આદેશ મુજબ એગ્રીકલ્ચર ઝોનમા માત્ર પ ટકા ગ્રાઉન્ડ કવરેજ અને 10 ટકા એફ.એસ.આઈ. મળે છે. વેરાવળ-પાટણ શહેરમાં 100 થી ર00 વારનાં પ્લોટમાં પ ટકા મુજબ માત્ર પ થી 10 વારનું જ બાંધકામ મળે જે રહેણાંક હેતુ માટે સદંતર અશકય છે.
તા.ર3-1ર-ર0રપ નાં જનરલ ગાઈડ લાઈન થી વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતાને કોઈ જ ફાયદો થતો નથી. આ પ્રકારના એક તરફી લેટર બહાર પાડવા થી જાહેર જનતામાં ખુબ જ આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતાને આશા છે કે, આ રજૂઆતને ભોગૌલીક સ્થિતિ વિગેરેને ધ્યાને લઈ સરકાર જાહેર જનતા ને તથા લોક હિતમાં નિર્ણય લેવા અને નવી તાજેતરની ગાઈડ લાઈનને સ્થગિત કરવાની માંગ કરેલ હોવાનું રજૂઆતના અંતમાં જણાવેલ છે. આ રજૂઆત ની જાણ ગીર સોમનાથ કલેકટર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ભાઈ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, તાલાલા ના ધારાસભ્ય ભગાભાઇ બારડ, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, બીજ નિગમ ના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંગભાઈ પરમાર સહિતના ને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
