આંતરરાષ્ટ્રીય
Netflix થયું ડાઉન, અમેરિકા અને ભારતના હજારો યુઝર્સ પરેશાન
ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ Netflix અત્યારે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને Netflix ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. માઈક ટાયસન અને જેક પોલ વચ્ચે બોક્સિંગ મેચ પહેલા આ સમસ્યા સામે આવી છે.
Downdetector.com નામની વેબસાઈટ જે ઓનલાઈન સર્વિસ પ્રોબ્લેમ્સ ટ્રૅક કરે છે તેના અનુસાર લગભગ 14 હજાર યુઝર્સને Netflix ચલાવવામાં તકલીફ થઈ રહી છે. આ સમસ્યા દરેક જગ્યાએ નથી, કેટલાક વપરાશકર્તાઓ Netflix ચલાવવા માટે સક્ષમ છે. પરંતુ ઘણા વિસ્તારોમાં યુઝર્સને Netflix ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ સમસ્યા શાના કારણે થઈ છે અને Netflix એ હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપી નથી.
Downdetector.com મુજબ, જ્યારે સમસ્યા તેની ટોચ પર હતી ત્યારે લગભગ 13,895 અહેવાલો નોંધાયા હતા. હવે આ આંકડો ઘટીને 5,100ની આસપાસ આવી ગયો છે. મોટાભાગના વપરાશકર્તાઓ, લગભગ 86%, વિડિઓ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. લગભગ 10% વપરાશકર્તાઓને સર્વર સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી છે અને 4% વપરાશકર્તાઓને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે.
ભારતમાં પણ આ સમસ્યા ઉભી થઈ છે. 9.30 વાગ્યા સુધી 1,200 થી વધુ રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના અહેવાલો (84%) વિડિયો સ્ટ્રીમિંગ સાથે સમસ્યાઓના હતા. બાકીના (10%) રિપોર્ટ્સ એપ્સ અને (8%) વેબસાઈટ સાથે સંબંધિત હતા.
પરેશાન યુઝર્સ તેમની સમસ્યાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ સમસ્યા વિશે માહિતી માંગી રહ્યા છે. ઘણા લોકો એરર મેસેજ આવવા અને કંટેંટ સ્ટ્રીમ ન થવાની વાત કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય
ગાઝામાં મૂળ ભારતીય સૈનિકનું મોત, ઈઝરાયેલ માટે લડી રહ્યો હતો
ગાઝા યુદ્ધે છેલ્લા વર્ષમાં હજારો લોકોના જીવ લીધા છે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં માત્ર પેલેસ્ટાઈન અને ઈઝરાયલી જ નહીં પરંતુ વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગાઝામાં ઈઝરાયેલી સેનાના ઘૂસણખોરીના એક વર્ષ બાદ પણ હમાસના લડવૈયાઓ સતત ઈઝરાયેલના સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. હમાસની આવી જ કાર્યવાહીમાં પ્રથમ ભારતીય મૂળના સૈનિકનું મોત થયું છે.
12 નવેમ્બરના રોજ, હમાસના લડવૈયાઓએ ઝોલાટના લશ્કરી એકમ પર હોમમેઇડ એન્ટી-ટેન્ક શેલ વડે હુમલો કર્યો, જેમાં સ્ટાફ સાર્જન્ટ ગેરી ઝોલાટ અને અન્ય ત્રણ IDF સૈનિકો માર્યા ગયા. આ ઓપરેશનમાં શહીદ થયેલા જવાનોના મોત બાદ સેનાએ ઘટનાની તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ઝોલાટ ગાઝા યુદ્ધમાં IDFની Kfir બ્રિગેડની 92મી બટાલિયનમાં તૈનાત હતો અને જ્યારે તેનું અવસાન થયું ત્યારે તે તેની ફરજિયાત લશ્કરી સેવા પૂરી કરવા જઈ રહ્યો હતો. ઝોલાતની બે બહેનો પણ ઈઝરાયેલ આર્મીમાં છે.
વેસ્ટ બેંકમાં પણ એક હત્યા થઈ હતી
ભારતના મિઝોરમ અને મણિપુરથી ઝોલાત સમુદાયના યહૂદીઓ ઈઝરાયેલ ગયા છે. ગેરી ઝોલાટ 7 ઓક્ટોબર, 2023 પછી માર્યા ગયેલા બીજા ભારતીય મૂળના સૈનિક છે. ભારતીય મૂળના સ્ટાફ સાર્જન્ટ ગેરી ગીડિયોન હંગલનું 12 સપ્ટેમ્બરે પશ્ચિમ કાંઠે અવસાન થયું હતું. વેસ્ટ બેંક ગાર્ડ પોસ્ટ પર તૈનાત હંગલને એક ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી હતી.
ઇઝરાયેલની સેનામાં ભારતીયો
મોટા ભાગના લડાયક એકમો મણિપુર અને મિઝોરમના ભારતીય યહૂદીઓનો સમુદાય, બનેઈ મેનાશે છે. તિબેટો-બર્મીઝ વંશીય જૂથોના યહૂદીઓ ઇઝરાયેલી જાતિઓના વંશજ હોવાનું કહેવાય છે. બનેઇ મેનાશે ઇઝરાયેલની 10 ખોવાયેલી જનજાતિઓમાંથી એક હોવાનું માનવામાં આવે છે, જેને એસીરીયન રાજાઓના શાસન દરમિયાન દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવી
ગુરુ નાનકદેવના પ્રકાશ પર્વની ઉજવણીમાં જતા હતા
પાકિસ્તાનના નનકાના સાહિબમાં એક હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ ગુરુ નાનક દેવના 555મા પ્રકાશ પર્વની ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિંધ પ્રાંતના લરકાના શહેરનો વતની હતો, જેની ઓળખ રાજેશ કુમાર તરીકે થઈ છે. રાજેશ કુમાર પોતાના મિત્ર અને સંબંધી સાથે કારમાં લાહોરથી નનકાના સાહિબ જઈ રહ્યા હતા. દરમિયાન, લાહોરથી લગભગ 60 કિલોમીટર દૂર માનનવાલા-નનકાના સાહિબ રોડ પર ત્રણ લૂંટારાઓએ તેમનો રસ્તો રોકી દીધો હતો.
બંદૂકધારીઓએ ત્રણેય પાસેથી 4.5 લાખ રૂૂપિયા અને ડ્રાઈવર પાસેથી 10,000 રૂૂપિયા છીનવી લીધા હતા. જ્યારે રાજેશ કુમારે તેનો વિરોધ કર્યો તો લૂંટારાઓએ તેના પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. બુધવારે રાત્રે લૂંટ અને ગોળીબારની ઘટના બાદ રાજેશ કુમારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે તેમનું મૃત્યુ થયું હતું. મૃતક સંબંધીની ફરિયાદ પર પાકિસ્તાન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય
સુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજ
લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો, નાસાનો રિપોર્ટ લિક થતાં ચિંતાનું મોજું
નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આઇએસએસમાં થોડાં-થોડાં લીકેજ હતા. જો કે, હવે એવું જાણવા મળ્યું છે કે આઇએસએસમાં ઓછામાં ઓછા 50 જગ્યાએ લીકેજની સમસ્યા સર્જાઈ છે.
આ સિવાય આઇએસએસમાં તિરાડો પણ દેખાઈ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે આઇએસએસ મોટા ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે.
રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યો છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જો કે લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આઇએસએસમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે.
પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડ્યુલમાંથી શરૂૂ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે. જોકે, નાસા અને રશિયન એજન્સી રોસકોમોસ વચ્ચે આ સમસ્યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી.
કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત 2019 માં શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી, એપ્રિલ 2024 થી, દરરોજ 1.7 કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ આઇએસએસમાં રહે છે. રશિયન એન્જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ન ખાન, ન બચ્ચન… આ છે બોલિવૂડનો સૌથી અમીર પરિવાર બન્યો 10 હજાર કરોડનો માલિક
-
ક્રાઇમ2 days ago
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, અમદાવાદ રહેવા ગયા બાદ પ્રેમી અન્ય સ્ત્રી સાથે પરણી ગયો!
-
ગુજરાત2 days ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ગુજરાત1 day ago
ઈજનેરી છાત્રને ડિજિટલ એરેસ્ટ કરી 96 હજાર રૂપિયા પડાવ્યા
-
ગુજરાત1 day ago
ભાવવધારાના ડામ સાથે 33 સ્થળે બનશે પે-એન્ડ-પાર્કિંગ
-
ગુજરાત2 days ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો
-
ગુજરાત1 day ago
બે પોલીસમેને 30 લાખનું સોનું પડાવી લીધાનો આક્ષેપ
-
ગુજરાત1 day ago
બહુમાળીભવન ચોકનું બિરસા મુંડા નામકરણ