બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજ્યમાં રાજ્યસભાની બેઠકોને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગઉઅ ના સહયોગી પક્ષ હિંદુસ્તાની અવામ મોર્ચાના સંરક્ષક અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ રાજ્યસભાની એક બેઠકની માંગને લઈને ખુલ્લેઆમ દબાણની રાજનીતિ શરૂૂ કરી છે. માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમની પાર્ટીને રાજ્યસભાની બેઠક નહીં મળે, તો તેઓ ગઉઅ અને કેન્દ્રીય મંત્રીમંડળ બંનેમાંથી રાજીનામું આપી દેશે.
ગયાજી ખાતે પોતાની પાર્ટીના કાર્યક્રમને સંબોધતા જીતન રામ માંઝીએ કહ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેમની પાર્ટીને બે લોકસભા બેઠકો અને એક રાજ્યસભાની બેઠક આપવાનું વચન આપ્યું હતું. જો કે, હકીકતમાં હમ (જ)ને માત્ર એક લોકસભાની બેઠક મળી, જેમાં માંઝી પોતે જીત્યા હતા.
માંઝીએ કહ્યું, “અમે ગઉઅ માટે ઈમાનદારીથી કામ કર્યું છે. વચન મુજબ અમને રાજ્યસભાની એક બેઠક મળવી જ જોઈએ.” માંઝીએ મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આગામી વર્ષ એપ્રિલમાં ખાલી થનારી પાંચ રાજ્યસભા(છફષુફ જફબવફ)ની બેઠકોમાંથી બે ભાજપ, બે JDU અને એક LJP ને મળવાની ચર્ચા છે. આમાં હમ (જ)ને અવગણવામાં આવી રહી છે, જે તેને સ્વીકાર્ય નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે “જો ભાજપ અનેJDUને બે-બે બેઠકો મળે છે, તો અમારા માટે શું બાકી રહે છે?”
જીતન રામ માંઝીએ સ્પષ્ટ કહ્યું કે જો તેમની માંગને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો તેઓ કેન્દ્રીય મંત્રીપદ છોડવા પણ તૈયાર છે. તેમણે આને સિદ્ધાંતોની લડાઈ ગણાવી અને કહ્યું કે રાજકારણમાં જોખમ લેવું પડે છે. તેમણે પોતાના પુત્ર અને બિહાર સરકારમાં મંત્રી સંતોષ કુમાર સુમનને પણ હિંમત રાખવા અને જરૂૂર પડે તો પદ છોડવા સલાહ આપી.
