ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ગુરુવારે તેમના મેગા રોકેટ સ્ટારશિપનું આઠમી વખત પરીક્ષણ કર્યું હતું. જોકે આ દરમિયાન મસ્કને જોરદાર ઝટકો લાગ્યો કેમ કે લોન્ચિંગની અમુક જ મિનિટો બાદ સ્ટારશિપ સાથે તેનું સંપર્ક તૂટી ગયું. જેના લીધે એન્જિન બંધ થઇ ગયું અને કંપનીના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જ આકાશમાં સ્ટારશિપનું રોકેટ ફાટી ગયું.
આ ઘટનાની થોડીક જ મિનિટો બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ફરતા થયા જેમાં દેખાયું કે દક્ષિણ ફ્લોરિડા અને બહામાસની આજુબાજુના આકાશમાં અંતરિક્ષ યાનનો કાટમાળ અગનગોળાની જેમ જમીન તરફ પડ્યો હતો. જોકે કંપનીએ કહ્યું કે આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું નથી. અમે આ લોન્ચિંગ સમયે સુપર હેવી બૂસ્ટરનું પરીક્ષણ કર્યું હતું જેણે સફળતાપૂર્વક કામ કર્યું અને સ્પેસએક્સને મહત્ત્વપૂર્ણ ડેટા મળી રહ્યો.