અમદાવાદમાં પત્નીને ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, એ.સી.પી. પોતે ફરિયાદી બન્યા
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવર રહેતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને મેરીટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની રાજેશ્વરી ગોહિલના આક્સ્માત મોતના બનાવમાં અંતે યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક પીએમ અને બનાવની પ્રાથમિક તપાસ બાદ રમત રમતમાં રિવોલ્વરમાંથી ફાયર થવાની શક્યતા ન હોય યશરાજસિંહે પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાખવામાં ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી છે. પોતે પણ પોતાના માથાના ભાગે ગોળી મારીને આપઘાત કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે એસીપી જાતે ફરિયાદી બન્યા છે અને ગુનો નોંધ્યો હતો.
મેરીટાઇમ બોર્ડના ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની રાજેશ્વરી ગોહિલના ફાયરીંગથી મોત થયાના મામલે પ્રાથમિક આ કેસમાં શરૂૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો ત્યારે મોતનું કારણ માથામાં વાગેલી ગોળીના કારણે શોક અને હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં એ પણ નોંધ્યું હતું કે આ રિવોલ્વર આકસ્મિક રીતે ચાલે અને ફાયરિંગ થાય તેવું શક્ય નથી કારણકે રિવોલ્વરના ટ્રિગર ઉપર ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ રીતે બળ વાપર્યા વિના દબાવી શકાય નહી જેથી યશરાજસિંહે જ પત્ની રાજેશ્વરીબાને જાનથી મારી નાખવામાં ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હત્યા કરી છે. મારીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો.
યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન થયા હતા બે મહિના પહેલાં જ યશરાજસિંહના રાજેશ્વરીબા સાથે બીજા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. નવા નવા લગ્ન થયા હોવાથી પતિ-પત્ની બુધવારે રાત્રે તેમના ફોઈના ઘરે જમવા માટે ગયાં હતાં. ત્યાંથી જ્યૂસ પીને ઘરે આવ્યાં હતાં અને બાદમાં બેડરૂૂમમાં ગયાં હતાં. લગભગ સાડા અગિયારેક વાગ્યે જ યશરાજસિંહની લાઈસન્સવાળી રિવોલ્વરથી ગોળી છૂટીને પત્ની રાજેશ્વરીબાના માથાના ભાગે વાગતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતાં. ફ્લેટના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા યશરાજસિંહે માતાને જાણ કર્યા બાદ 108ને ફોન કર્યો હતો. તબીબી ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કર્યા ત્યારે યશરાજે પણ પોતાને ગોળી મારી મોત વહાલું કર્યું હતું.
વસ્ત્રાપુર પોલીસે દંપતીની અવરજવર અને બોડી લેન્ગ્વેજ તપાસવા ગયો તો ફ્લેટના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા હતા. કેટલાક સવાલોથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ જોકે બીજી તરફ દંપતી જે સંબંધીને ત્યાં જમવા ગયા અને જ્યૂસ પીવા ગયાં ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવતાં બંને નોર્મલ મૂડમાં હોવાનું જણાયું છે, પરંતુ આ ઘટના પાછળ હજુ કેટલાક સવાલો પોલીસને મૂંઝવણમાં મૂકતાં તેના પરથી પરદો ઊંચકવા માટે પોલીસે પુરાવા અને સાયન્ટિફિક રિપોર્ટ આધારે તપાસ તેજ કરી છે.
ભાવનગર જિલ્લાના રાજવી પરિવારના અને કોંગ્રેસનેતા શકિતસિંહ ગોહિલના ભત્રીજાએ યશરાજસિંહ ગોહિલ તથા તેમના પત્ની રાજેશ્વરીબાના મોતના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટનામાં એ ડિવિઝન એસીપી જે. ડી. બ્રહ્મભટ્ટ ફરિયાદી બન્યા છે. બીજી તરફ એફએસએલ અને ફિંગપ્રિન્ટ માટેની તપાસ બાદ પોલીસે રિવોલ્વર કબજે લઇ એફએસએલને મોકલી આપી છે. ઘટના બાદ પોલીસે કરેલી તપાસ દરમિયાન રિવોલ્વરમાં માત્ર બે જ ગોળી મળી છે, જેથી એ બાબતે પણ શંકા છે. રિવોલ્વરમાં ચાર જ ગોળી હતી કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.
