મુંબઇના મેયરનો વિવાદ યથાવત, તખતો દિલ્હી દરબારમાં ખસેડાયો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ મુંબઈના મેયર કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાંદ્રાની વૈભવી હોટેલ…

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીના પરિણામો બાદ મુંબઈના મેયર કોણ બનશે તે અંગેનો સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. છેલ્લા પાંચ દિવસથી બાંદ્રાની વૈભવી હોટેલ ’તાજ લેન્ડ્સ એન્ડ’માં રોકાયેલા શિવસેના (શિંદે જૂથ) ના 29 કોર્પોરેટરો મંગળવારે સાંજે બહાર નીકળ્યા હતા. હવે આ વિવાદનો ઉકેલ લાવવા ભાજપ-શિંદે જૂથના નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે.

બીએમસીમાં બેઠકોનું ગણિત અને બહુમતી જોઇએ તો BMCની કુલ 227 બેઠકો માંથી બહુમતી માટે જરૂૂરી આંકડો મેળવવા મહાયુતિ (ભાજપ + શિવસેના) સજ્જ છે: ભાજપ 89 બેઠકો અને શિવસેના (શિંદે) 29 બેઠકો જીતી છે. બંને પક્ષો સાથે મળીને બહુમતીના જાદુઈ આંકડાની નજીક છે, પરંતુ મેયર પદ કોની પાસે રહેશે તે મુદ્દે પેચ ફસાયો છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે મેયર પદ શિવસેનાને મળવું જોઈએ. તેમણે દલીલ કરી છે કે 23 જાન્યુઆરીથી શિવસેના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની જન્મશતાબ્દી વર્ષની ઉજવણી શરૂૂ થઈ રહી છે.

શિવસૈનિકોની ઈચ્છા છે કે આ ઐતિહાસિક અવસરે મુંબઈના મેયર શિવસેનાના જ હોય. જોકે, ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી તે પણ આ પદ પર પોતાનો દાવો છોડવા તૈયાર નથી.મંગળવારે મહારાષ્ટ્ર ભાજપ અને શિવસેનાના પ્રમુખ નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જેમાં મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમ, આશિષ શેલાર અને શિંદે સેનાના નેતા રાહુલ શેવાળેનો સમાવેશ થાય છે.માનવામાં આવે છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠક બાદ મેયરના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.

શિવસેનાએ અગાઉ પોતાના કોર્પોરેટરોને હોટેલમાં રાખવા પાછળ ’ઓરિએન્ટેશન વર્કશોપ’નું કારણ આપ્યું હતું, પરંતુ રાજકીય વર્તુળોમાં તેને ’હોર્સ ટ્રેડિંગ’ રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *