મુકેશ અંબાણીની સંપતિમાં 1 દી’માં 8.5 અબજ ડોલરનો વધારો, એશિયાના સૌથી અમીર બન્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં સોમવારે એક જ દિવસમાં 8.5 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે તેઓ ફરી એકવાર એશિયાના…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની સંપત્તિમાં સોમવારે એક જ દિવસમાં 8.5 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે તેઓ ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, તેમની સંપત્તિમાં 10.5 ટકાનો વધારો થયો છે અને હવે તેમની કુલ નેટવર્થ 88.8 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે કંપનીના માર્કેટ વેલ્યુએશનમાં 19 અબજ ડોલરથી વધુનો વધારો થયો હતો. કંપનીએ ત્રિમાસિક ગાળામાં 255.5 અબજ રૂૂપિયા એટલે કે લગભગ 2.7 અબજ ડોલરની આવક નોંધાવી હતી. આ આંકડો વિશ્ર્લેષકોના 2.3 અબજ ડોલર (213.67 અબજ રૂૂપિયા) ના અંદાજ કરતાં વધારે હતો.

કંપનીના સારા પરિણામો બાદ એવન્ડસ સ્પાર્કના એક વિશ્ર્લેષકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનું રેટિંગ ’રિડ્યુસ’ માંથી વધારીને ’એડ’ કર્યું હતું. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, વર્ષ 2017 પછી પહેલીવાર એવું બન્યું છે
કે કંપનીના શેર માટે કોઈ વિશ્ર્લેષકે ’હોલ્ડ’ કે ’સેલ’ રેટિંગ આપ્યું નથી. બિલિયોનેર્સની યાદીમાં 23મા સ્થાને રહેલા મુકેશ અંબાણીએ બાઇટડાન્સના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ CEO તથા ચેરમેન ઝાંગ યિમિંગને પાછળ છોડી દીધા છે. યિમિંગ આ યાદીમાં 25મા સ્થાને છે અને તેમની અંદાજિત નેટવર્થ 84 અબજ ડોલર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *