ઝઘડિયા તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂક સામે સાંસદ વસાવા નારાજ

નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોાતની નારાજગી વ્યક્ત કરી નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ…

નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોાતની નારાજગી વ્યક્ત કરી નર્મદામાં નવા પ્રમુખોની નિયુક્તિને લઈ રાજકારણ ગરમાયું છે. ઝઘડિયાના નવનિયુક્ત પ્રમુખ મુદ્દે ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતની નારાજગી વ્યક્ત કરી. મનસુખ વસાવાએ પ્રમુખ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે મેં મારી રજુઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી છે.

વસાવાએ કહ્યું કે પ્રમુખ તરીકે પટેલ, ક્ષત્રિય, વસાવા સમાજ વધુ દાવેદારી ધરાવે છે. જ્યારે નવા નિયુક્ત કરાયેલા સંદીપ પટેલ પોતે પટેલ નથી પરંતુ અન્ય જ્ઞાતિમાંથી આવે છે. ઝગડીયામાં પ્રમુખની નિમણૂકને લઈને ભાજપમાં જ મતમતારં છે.ત્યારે ભાજપમાં ચાલતો આતંરકલહ ધીરે-ધીરે સપાટી પર આવવા લાગ્યો છે. વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાં પ્રમુખની નિમણૂક થવા લાગી છે. કયાંક પ્રમુખપદ ના મળવાને લઈને નારાજગી છતી થઈ છે તો કયાં નવનિયુક્ત પ્રમુખ બીજા દિવસે જ રાજીનામું ધરી દે છે. ઝગડીયામાં સંદીપ પટેલની નવા પ્રમુખ તરીકે નિમણૂક કરાતા સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે.

મનસુખ વસાવાએ જિલ્લાના 12 મંડળોના પ્રમુખની નિયુક્તિને આવકારી છે પરંતુ ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવ્યો. સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર પ્રમુખપદની નિયુક્તિને લઈને સખત વિરોધ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *