મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ 500થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, ડીરેક્ટર નસીતપર સહકારી મંડળી), લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), રાજુભાઈ કોટડીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં પ્રવેશ આપ્યો હતો.
આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી વીજળીના ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે અને જો ખેડૂતો કે બહેન-દીકરીઓ તેની સામે અવાજ ઉઠાવે તો પોલીસ તેમને ઢસડી ઢસડીને લાઠીચાર્જ કરે છે અને જેલમાં પૂરે છે, છતાં ભાજપનો કોઈ નેતા અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવાને બદલે આ સરકાર અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં વ્યસ્ત છે.

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, સરદાર સાહેબે “વિના સહકાર નહીં ઉદ્ધાર” ના ઉદ્દેશ સાથે જે ભવ્ય સહકારી વ્યવસ્થા ઊભી કરી હતી, તેને ભાજપના નેતાઓએ સત્તાના સ્વાર્થ માટે રાજકારણનો અડ્ડો બનાવી દીધી છે. અમૂલ, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ગામડાની નાની મંડળીઓમાં પહેલા પક્ષ કે જ્ઞાતિ જોયા વગર લોકહિતનું કામ થતું હતું, જ્યારે આજે ત્યાં એટલો મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ વ્યાપી ગયો છે કે આ માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે.

અંતમાં તેઓ જણાવ્યુ હતું કે, તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે આપણે સૌ સાથે મળીને લડીશું અને રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ 2027ની વિધાનસભા ચૂંટણીમાં જનતાના આક્રોશને વાચા આપીને ગુજરાતમાં 100 ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું.

આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી હિમાંશુ પટેલ, મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો-ક્ધવીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ રાજુભાઈ આહીર સહિતના હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *