T20 વર્લ્ડ કપને 50 કરોડથી વધુ લોકોએ જોયો: જય શાહ

સેમિફાઇનલ- ફાઇનલનો આંકડો બાકી ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપને વિવિધ માધ્યમોથી 50 કરોડ લોકોએ જોયો છે. આ માહિતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ…

સેમિફાઇનલ- ફાઇનલનો આંકડો બાકી

ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપને વિવિધ માધ્યમોથી 50 કરોડ લોકોએ જોયો છે. આ માહિતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન જય શાહે ગઇકાલે આપી. તેમણે જણાવ્યું કે આ સંખ્યા કોઈપણ વર્લ્ડ કપ કરતાં વધુ છે. જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ટુર્નામેન્ટને ગ્લોબલ અને સુલભ બનાવવાનું લક્ષ્ય પૂર્ણ થતું દેખાઈ રહ્યું છે. તેમણે લખ્યું, ’મને એ જણાવતા ગર્વ થાય છે કે ભારતમાં આ ઇવેન્ટની વ્યુઅરશિપ 50 કરોડને પાર પહોંચી ગઈ છે.

જિયો-હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન એક સમયે સૌથી વધુ 6.05 કરોડ દર્શકો એકસાથે મેચ જોઈ રહ્યા હતા. જિયો અને હોટસ્ટારની પાર્ટનરશિપનો મળ્યો ફાયદો વ્યુઅરશિપ વધવાનું એક મોટું કારણ ડિજિટલ એક્સેસનું સરળ હોવું છે. આ વખતે રિલાયન્સ અને ડિઝની સ્ટાર (જિયો-હોટસ્ટાર)ના મર્જર પછી આ પહેલી મોટી આઇસીસી ઇવેન્ટ છે. ક્રિકેટ ચાહકોને મોબાઇલ અને ટીવી પર હાઇ-ક્વોલિટી સ્ટ્રીમિંગની સુવિધા મળી રહી છે, જેનાથી વ્યુઅરશિપમાં વધારો થયો છે. ખાસ કરીને ભારતની મેચ દરમિયાન ટ્રાફિકમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *