મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ

  ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી…

 

ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી

ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી હતી અને સવારથી રાત્રે 9 વાગ્યા સુધીમાં પાંચ હજારથી વધુ ઈમરજન્સી કોલ આવ્યા હતાં. જ્યારે પતંગના કાતિલ દોર વાગવાથી બાળક સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતાં.

સાંજે 6 વાગ્યા સુધીમાં ગત વર્ષના 3,318ની સામે 3,810 કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ આ કેસમાં એકદમ ઉછાળો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધીમાં પાંચ હજાર ઈમરજન્સી કેસ નોંધાયા હતાં. જે ગત વર્ષે 4266 હતાં. આજે 734 કેસનો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં ઉત્તરાયણની મજા વચ્ચે ઈમરજન્સી કેસ અચાનક વધ્યા છે, સાંજે 6 વાગ્યા સુધીમાં 3810 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 492નો વધારો થયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં ગત વર્ષના 3,318ની સામે 3,810 કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ આ કેસમાં એકદમ ઉછાળો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધીમાં પાંચ હજાર ઈમરજન્સી કેસ નોંધાયા હતાં. જે ગત વર્ષે 4266 હતાં. ગઈકાલે 734 કેસનો વધારો નોંધાયો છે.

ઉત્તરાયણના તહેવારને લઈને અકસ્માતોની સંખ્યાને પહોંચી વળવા માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. 108 સેવા દ્વારા ઉત્તરાયણને લઈને અનુમાન લગાવાયું હતું કે, ઉત્તરાયણના દિવસે 5191 જેટલા ઈમરજન્સી કેસ નોંધાઈ શકે છે. સામાન્ય દિવસોમાં રોજ આશરે 4400 ઈમરજન્સી કેસ નોંધાતા હોય છે જેની સામે ઉત્તરાયણમાં તેમા 30 ટકા જેટલો વધારો થતો હોય છે. જેથી આ વખતે પણ આ કેસમાં વધારો થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પરંતુ બપોરે ચાર વાગ્યા સુધીમાં આજે ઈમરજન્સી કેસોમાં 140 જેટલો ઘટાડો થયા બાદ સાંજે છ વાગ્યે અચાનક 492 કેસનો વધારો થયો હતો. હવે રાત્રે નવ વાગ્યા સુધીમાં 734 કેસનો વધારો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *