100થી વધુ અશ્ર્લીલ વીડિયો, રૂપિયા 1500 કરોડની ઢોંગી બાબાની સંપત્તિ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી…

મહારાષ્ટ્રના નાસિક જિલ્લા કહેવાતો ગોડમેન અને ઢોંગી બાબા અશોક ખરાત રેપ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. SITએ આ ઢોંગી બાબાની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ખોલી નાખી છે. તપાસ મુજબ મહારાષ્ટ્ર સરકારે અશોક ખરાતના એક મંદિર માટે એક કરોડનું ફંડ આપ્યું હોવાની, ઢોંગી બાબા સંબંધીત 100 અશ્ર્લીલ વીડિયો મળ્યા હોવાની અને તેની પાસે લગભગ 1500 કરોડ રૂૂપિયાની સંપત્તિ હોવાની વાત સામે આવી છે.

સત્તાવાર દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે, મહારાષ્ટ્ર સરકારે 13 માર્ચ-2018માં પ્રવાસન વિકાસ યોજના હેઠળ અશોક ખરાતના એક મંદિરના વિકાસ માટે એક કરોડનું ફંડ આપ્યું હતું. તે વખતે ભાજપના નેતા જયકુમાર રાવલ પર્યટન અને સાંસ્કૃતિક વિભાગ સંભાળતા હતા. નાસિક જિલ્લાના સિન્નર વિસ્તારમાં શ્રી ઈશાન્યેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું સંચાલન થાય છે અને આ ટ્રસ્ટ અશોક ખરાત સંભાળતો હતો. સરકારે આ મંદિરના વિકાસ માટે અનેક કામોને મંજૂરી આપી હતી. જોકે તે વખતે ખરાબ વિરુદ્ધ કોઈપણ કેસ કે આરોપ થયા ન હતા, જેના કારણે સરકારે સામાન્ય પ્રક્રિયા હેઠળ આ ફંડ મંજૂર કર્યું હતું.

ઢોંગી બાબા ખરાતના સંપૂર્ણ ક્રાઈમ કુંડળી ત્યારે સામે આવી છે, જ્યારે એક 35 વર્ષની મહિલાએ 18 માર્ચે તેના વિરુદ્ધ દુષ્કર્મનો આક્ષેપ કરાયો છે. હાલ ખરાત દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ છે. મહિલાનો આક્ષેપ છે કે, ખરાતે તેની સાથે ત્રણ વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું. હાલ ઢોંગી બાબા પોલીસ કસ્ટડીમાં છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે.

તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ખરાતના અનેક રાજકીય નેતાઓ સાથે સંબંધો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને એક આઈપીએસ અધિકારીની આગેવાની હેઠળ વિશેષ તપાસ કમિટી (SIT)ની રચના કરવામાં આવી છે. એસઆઈટીએ અત્યાર સુધીની કાર્યવાહીમાં ખરાત વિરુદ્ધ છ કેસ દાખલ કર્યા છે. આમાં એક પીડિતા ગર્ભવતી મહિલા હોવાનો પણ ખુલાસો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *