વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ જિલ્લામાંથી જનમેદની કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા સરકાર દ્વારા સરકારી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ વિભાગની 100થી વધારે સરકારી બસો આ કાર્યક્રમ માટે દોડાવવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત રાજકોટ વિગભાના વિવિધ ડેપો દ્વારા બસો મૂકવામાં આવી છે. જેમાં જે રૂટમાં ઓછો ટ્રાફિક રહેતો હોય અને ઓછી આવક ધરાવતો હોય તેવા રૂટ પર ચાલતી એસટી બસો આ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. જેથી અન્ય રૂટને અસર ન થાય અને આવક પણ જળવાય રહે આ બસો બે દિવસ ફાળવવામાં આવી છે. આજે અને આવતીકાલે ફાળવેલી બસો આવતીકાલે સાંજે પરત ડેતો ખાતે આવી જશે અને તેના રાબેતા મુજબ રૂટ પર દોડવા લાગશે.
ઉલ્લેખનીય છેકે, રાજકોટ વિભાગ સિવાય સૌરાષ્ટ્રના વિવિધ ડિવિઝનમાંથી પણ વડાપ્રધાનના કાર્યક્રમ માટે બસો ફાળવવામાં આવી છે. જોકે ઓછો ટ્રાફિક રહેતો હોય તેવી બસ ફાળવવા છતા પણ આ રૂટના મુસાફરોનુે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ના છૂટકે ખાનગી વાહનોમાં પ્રવાસ કરવો પડતો હોવાની રાવ મુસાફરોમાં ઉઠી રહી છે..
