મોરબીની સાંકળી ગલીઓ બની ‘રેસઝોન’ સ્કોર્પિયોના ચાલકે બેફામ વાહન ચલાવ્યું

મોરબી શહેરમાં રાત્રિના સમયે ગરબી ચોક અને આસપાસની સાંકડી ગલીઓમાં એક બેફામ બનેલા સ્કોર્પિયો ચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં…

મોરબી શહેરમાં રાત્રિના સમયે ગરબી ચોક અને આસપાસની સાંકડી ગલીઓમાં એક બેફામ બનેલા સ્કોર્પિયો ચાલકે ભારે આતંક મચાવ્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્કોર્પિયો ચાલકે પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારીને જોવા મળે છે અને તેની પાછળ એક બાઈક ચાલક પણ પીછો કરી રહ્યો છે.
આ ખતરનાક ડ્રાઇવિંગને કારણે અનેક સ્થળોએ નુકસાન થયું હતું પરંતુ સદનસીબે મોટી જાનહાનિ થતાં સહેજમાં ટળી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર દરવાજા અને ભવાની ચોક પાસેના વિસ્તારમાં જ્યાં રાત્રિના સમયે ગરબીઓ થતી હોય છે. તે ગરબી ચોક પાસેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સ્કોર્પિયો કારનો ચાલક અત્યંત પૂરપાટ ઝડપે સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. તેની પાછળ બાઈક સવાર 3 લોકો તેનો પીછો કરતા હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે. આ સમગ્ર ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે વિસ્તારમાં અનેક જગ્યાએ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે તેમજ મોટી જાનહાનિ થવાની સંભાવના હતી જે સદનસીબે ટળી ગઈ છે. બીજી તરફ પોલીસ મથકે આ અંગે અરજી પણ થઈ છે. આ અંગે એ ડિવિઝન પીઆઈએ જણાવ્યુ કે અરજી લેવામાં આવી છે. કાર રેઢી મૂકી ચાલક નીકળી ગયો હતો. હાલ કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *