મૂળીના સોમાસરમાં પ્રૌઢનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત
મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં રહેતો ચેતન દેવજીભાઈ મકવાણા નામનો 34 વર્ષનો યુવાન ગત તા.10 ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મુળી તાલુકાના દાધોરીયા ગામના પાટીયા પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં ચેતન મકવાણા ચાર ભાઈ એક બહેનમાં મોટો હતો અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ચેતન મકવાણાને સંતાનમાં એક પુત્ર છે પત્ની લક્ષ્મીબેન છેલ્લા એક મહિનાથી મૂળી તાલુકાના રાસિંગપર ગામે માવતરે રિસામણે બેઠી છે ચેતન મકવાણા પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મુળીના સોમાસર ગામે આવેલ આશ્રમ ખાતે રહેતા મહેશભાઈ ગોરધનભાઇ સોરઠીયા નામના 45 વર્ષના પ્રૌઢ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
