પીપળી જૂના ગામે એક ભેંસ અને બે ખડેલા પાડીની ચોરી: બંધ ગોડાઉનમાં ગોગો સ્ટીકનો જથ્થો ઝડપાયો
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે રવાપર-લીલાપર રોડ પર આવેલી શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળ ક્રિકેટ મેચ પર જુગાર રમાઈ રહ્યો છે. જેથી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે દરોડો પાડતા બે શખ્સો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમતા આરોપી મોસીનભાઇ ઉમેદભાઇ વલીયાણી રહે. શારદા સોસાયટી, મોરબી તથા જીજ્ઞેશભાઇ કાન્તીભાઇ રામોલીયા મૂળ રહે. ગોંડલ, હાલ રહે. રવાપર ગામ, મોરબીવાળાને રોકડ રૂૂપિયા 5500 તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂૂપિયા 40,000 તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-21-DD-5010કિંમત રૂૂપિયા 50,000 મળી કુલ કિંમત રૂૂપિયા 1,0,5500 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ બંને આરોપીઓને ક્રિકેટ મેચની ઓનલાઈન આઈડી (ID) આપનાર આરોપી જયદીપ ઉર્ફે જલો રહે. મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભેંસની ચોરી
મોરબીના પીપળી જુના ગામમાં રહેતા પશુપાલકના વાડામાંથી અજાણ્યા ચોર ઇસમો એક કાળા કલરની ભેંસ તથા બે ખડેલા પાડીની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ પીપળી જુના ગામમાં રહેતા અને પશુપાલનનો ધંધો કરતા વર્ષીય મહેશભાઈ નાજાભાઈ મુંધવા (ઉ.વ.39) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલિકિની એક ભેંસ તથા બે ખડેલા પાડી ભેંસ કાળા કલરની કિંમત રૂૂપિયા 1,10,000 ની જંગમ મિલકત પરવાનગી વગર કે સહમતી વગર ઢોર બાંધવના વાડામાંથી ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે
ગોગો સ્ટીક
મોરબી શહેરમા આવેલ રવાપર-લીલાપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણના ઈરાદે રાખવામાં આવેલો ‘ગોગો સ્ટીક’નો જથ્થો મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ આવેલા એક ગોડાઉનમાં પ્રતિબંધિત વસ્તુ રાખવામાં આવી હોવાની બાતમી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવેલા 10 નંગ ‘ગોગો સ્ટીક બોક્સ કિંમત રૂૂપિયા 4,000/- ના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી (ઉ.વ.36) રહે.મોરબીની શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ મોરબીવાળા વિરૂૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
