મોરબી સમસ્ત મચ્છુકાંઠા ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ ઘડાયું

  સમસ્ત મચ્છુકાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની મીટીંગ મહેન્દ્રપરા ખાતે આવેલ મચ્છુ માંની જગ્યા ખાતે યોજાઈ હતી બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો દુર કરવા…

 

સમસ્ત મચ્છુકાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની મીટીંગ મહેન્દ્રપરા ખાતે આવેલ મચ્છુ માંની જગ્યા ખાતે યોજાઈ હતી બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો દુર કરવા અને સમાજમાં સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા માટે નિયમો (બંધારણ) સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યા છેજે નિયમોની વાત કરીએ તો આજના સમયને ધ્યાનમાં રાખી દીકરા-દીકરીનું સગપણ ઓછામાં ઓછો અભ્યાસ ગ્રેજ્યુએટ થયા પછી જ સગપણ કરવાનો આગ્રહ રાખવો અને આગળનું ભણતર પૂર્ણ ના થાય ત્યાં સુધી લગ્ન કરવાનો આગ્રહ રાખવો નહિ. દીકરા-દીકરીના લગ્ન ફરજીયાત સમૂહ લગ્ન અથવા નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં એક વર્ષમાં એક દિવસે કરવાનો આગ્રહ રાખવો. દીકરીનું સગપણ (કંકુ ક્ધયા) આપતી વખતે દીકરીના પક્ષ દ્વારા વધુમાં વધુ 6 તોલા સોનું જ લઇ શકાશે અને સામસામે સગપણ કરેલ હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ 4 તોલા સોનું જ લઇ શકશે.

લગ્નની છાબમાં દીકરા પક્ષે રૂૂ 21,000 જ આપવાના રહેશે દીકરી કે વહુના આણું પાથરવાની પ્રથા બંધ રહેશે શ્રીમતમાં વધુમાં વધુ 1 તોલું સોનું જ આપી શકશે અને વધુમાં વધુ 50 વ્યક્તિને પ્રસંગમાં જવું. મામેરામાં 1 થી 3 તોલા સોનું જ આપી શકાશે. મામેરામાં વધુમાં વધુ 50 વ્યક્તિઓ જ જઈ શકશે અને એક જ વ્યક્તિને વેવાર કરવાનો રહેશે મામેરામાં વધુમાં વધુ રૂૂ 51,000 બેડે બાંધવા (બેઠું મામેરું ભરવું) ગોળ ખાવાનું અને ચુંદડી ઓઢાડવાની વિધિ માંડવે રાખવી અથવા લગ્ન લખતી વખતે જ કરવાની રહેશે પ્રી વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, રીસેપ્શન, પગલા પાડવા જેવા સોશ્યલ મીડિયા આકર્ષિત પ્રસંગોથી દુર રહેવું.

લગ્નપ્રસંગે ફટાકડા, વરરાજા એન્ટ્રી, રૂૂપિયાની ઘોર કરવી કાર્યક્રમ સદંતર બંધ રાખવા તેમજ મરણ સમયે માત્ર બે વખત જવાનું તેમજ વાસણ પ્રથા સંપૂર્ણ બંધ રહેશે જે નિયમોનો ભંગ કરનારને રૂૂ 5 લાખ દંડ અને નાતમાંથી બહાર મુકવામાં આવશે અને નાત બહાર મુકેલા વ્યક્તિ સાથે વેવાર રાખનારને રૂૂ 2,50,000 દંડ કરવામાં આવશે તેમજ નિયમ ભંગ કરનાર વ્યક્તિ વિશે સમાજનું ધ્યાન દોરનારને રોકડ રૂૂ 21,000 પુરસ્કાર અને સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *