મોરબી મહાપાલિકાના ભાજપના મુરતિયા જાહેર, વાજતે ગાજતે ફોર્મ ભર્યા

મહાનગરપાલિકાના દરજ્જા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે, મોડી રાત્રે લિસ્ટ જાહેર થતાં કહી ખુશ કહી ગમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે મોરબી મહાનગરપાલિકાની…

મહાનગરપાલિકાના દરજ્જા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે, મોડી રાત્રે લિસ્ટ જાહેર થતાં કહી ખુશ કહી ગમ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં આ નામો પર ચર્ચા કરી આખરી મહોર મારવામાં આવી હતી. આજે વિજય મુર્હૂતમાં ભાજપના તમામ ઉમેદવારીએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

મોરબીના વોર્ડ નંબર 1 માંથી વિણાબેન માવજીભાઇ કંઝારીયા, રમાબેન પરેશભાઇ રૂૂપાલા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા અને જયદીપ પ્રશાંતભાઈ મેહતાને ટિકિટ મળી છે. વોર્ડ નંબર 2 માં સીતાબેન પરબતભાઇ હુંબલ, આરતીબેન અમિતભાઈ ઝીંઝવાડીયા, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા અને જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા ચૂંટણી લડશે. વોર્ડ નંબર 3 માટે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન કેતનભાઇ બોપલીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા અને જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 4 માં અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા, પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ગૌતમ ભાવેશ પરમાર અને વિવેક રમેશભાઈ ગોલતર મેદાનમાં છે.

જ્યારે વોર્ડ નંબર 5 માંથી મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મનુબેન રમેશભાઈ શિયાળ, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલાને પસંદ કરાયા છે. વોર્ડ નંબર 6 માં ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, પુષ્પાબેન જીગરવાડા, કેયુરભાઈ નરેન્દ્રભાઇ પંડયા અને ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા ઉમેદવારી નોંધાવશે.

વોર્ડ નંબર 7 માં જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, જયેશભાઈ વસંતરાય દેસાઈ અને ભાવિન ગીરીશ ઘેલાણી પર પસંદગી ઉતારવામાં આવી છે. વોર્ડ નંબર 8 માં જયોત્સનાબેન સવજીભાઈ ભીમાણી, કુંદનબેન શૈલેષભાઇ માકાસણા, ઉત્તમ મહેશભાઇ સુરાણી અને મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણીના નામ જાહેર થયા છે. વોર્ડ નંબર 9 માં ભગવતીબેન મહેશભાઇ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, હિરેનભાઇ પરબતભાઈ કરોતરા અને નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા ચૂંટણી લડશે.

આ ઉપરાંત વોર્ડ નંબર 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયાનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 11 માટે ભારતીબેન ચુનીલાલ પરમાર, નીરૂૂપાબેન નિલેષભાઈ કાલરીયા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા અને ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના નામ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 12 માં શીતલબેન સાગરભાઇ વઘાડીયા, મેઘાબેન દિપકભાઇ પોપટ, બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડીયા અને રિષિપભાઇ નારણભાઇ કૈલાને જવાબદારી સોંપાઈ છે. અંતે વોર્ડ નંબર 13 માં ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા, ભાવિકકુમાર ભરતભાઇ જારીયા અને રાજેશભાઇ કાનજીભાઇ ડાભીના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં મહિલા અનામત બેઠકો પર સક્ષમ મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *