દુકાનદારોને રૂા.10 હજારનો દંડ ફટકાર્યો
મોરબી મહાપાલિકા દ્વારા ગયકાલે શહેરના અમુક વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચેકીંગ ઝુંબેશ હાથ ધરીને 8 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમે આજે શનાળા રોડ અને ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાણી પીણીની લારીઓમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા ધંધાર્થીઓને રૂૂ.10,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક જીંજરાની રેકડી વાળાએ કચરો રોડ ઉપર નાખ્યો હતો. તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.