મોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસ

  મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રીબેટ આપવામાં આવે છે તેમજ ટેક્ષ શાખા દ્વારા તા. 01 એપ્રિલથી 25 એપ્રિલના સમયગાળા દરમિયાન રૂૂ 10,000…

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રીબેટ આપવામાં આવે છે તેમજ ટેક્ષ શાખા દ્વારા તા. 01 એપ્રિલથી 25 એપ્રિલના સમયગાળા દરમિયાન રૂૂ 10,000 થી 50,000 સુધીની બાકીની રકમના વેરા નહિ ભરનાર 1266 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે.
ટેક્ષ શાખા દ્વારા સીલ કરવામાં આવેલ મિલકતોને ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે તેમજ વર્ષ 2025-26 માં પણ ટેક્ષ શાખા દ્વારા આગલા વર્ષના બાળકી રકમ ભરપાઈ ના કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મેં, જુન સુધીમાં મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે મિલકત વેરો ભરવા માટે www.enagar.gov.in પર ઓનલાઈન ટેક્ષ ભરી સકે છે તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે, રેલ્વે સ્ટેશન પાસે મોરબી ખાતે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેક્ષ ભરી શકો છો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *