રો-મટીરીયલની અછતના પગલે ભાવમાં 40 ટકાનો વધારો થતાં અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા
ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે જેને પગલે માલ સામાનની અવરજવર પ્રભાવિત થઇ રહી છે તેલ અને ગેસના શીપની અવરજવર પ્રભાવિત થતા સિરામિક ઉદ્યોગ પરેશાન છે તો રો મટીરીયલ્સના શિપ્સને પણ અસર પહોંચી છે જેથી મોરબીના પેપરમિલ ઉદ્યોગ માથે પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.
મોરબીમાં પેપરમિલ ઉદ્યોગના નાના મોટા 52 એકમો કાર્યરત છે અને પ્રતિદિન એક યુનિટને 100 ટન જેટલા રો મટીરીયલ્સનો વપરાશ રહે છે અને મોરબી પેપર મિલ ઉદ્યોગમાં 5 થી 6 હાજર ટન રો મટીરીયલ્સની જરૂૂરત રહે છે જેમાંથી આશરે 70 ટકા જેટલું રો મટીરીયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે અને યુદ્ધની સ્થિતિને પગલે પ્રતિ ટન 2000 ડોલર જેટલો સંભવિત ભાવવધારો આવે તો 40 થી 50 ટકા જેટલો ભાવવધારો રો મટીરીયલ્સમાં જોવા મળી સકે છે એટલું જ નહિ કોલસાનો ભાવ જે અગાઉ 5000 થી 5500 આસપાસ હતો તેમાં પણ 1000 રૂૂપિયાથી વધુનો વધારો થઇ ચુક્યો છે અને કોસ્ટિંગ 20 ટકા જેટલું વધી ગયું છે.
પેપરમિલ એસો પ્રમુખ શૈલેષભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી પેપરમિલમાં તૈયાર થતો માલ સિરામિક એકમોમાં વપરાય છે અને સિરામિક ઉદ્યોગ બંધ થાય તો પેપરમિલ ઉદ્યોગ બંધ કરવો પડે એટલું જ નહિ રો મટીરીયલ્સ અને કોલસાના અસહ્ય ભાવવધારા તેમજ અનિશ્ચિત સપ્લાયને પગલે પણ પેપરમિલ એકમો બંધ કરવાની નોબત આવી સકે છે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી સિરામિક ઉદ્યોગના નિર્ણય બાદ મીટીંગ કરી આગળનો નિર્ણય લેવામાં આવશે.
યુદ્ધ લંબાય તો 90 ટકા સિરામિક ઉદ્યોગોને તાળા
મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરુ થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં 90 ટકા યુનિટો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે યુધ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય અટકી ગયો છે અને ગુજરાત ગેસ પણ થોડો પુરવઠો બચ્યો છે આજે ઉદ્યોગકારો સાથે મીટીંગમાં 15 થી વધુ ફેકટરીઓએ શટડાઉન કર્યાની માહિતી મળી છે અને આગામી દિવસોમાં અન્ય એકમો પણ બંધ થશે પ્રોપેન ગેસ વપરાશ કરનાર 60 ટકા સિરામિક એકમો પાસે 1-2 દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બંધ છે જેથી 1-2 દિવસમાં વધુ એકમો બંધ થશે.
