મોરબી કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા કેસ મામલે ભાજપ કાર્યાલય સામે વિરોધ

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસ મામલે મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે…

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસ મામલે મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે યંગ ઇન્ડિયા કેસનો આજે મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે સત્યમેવ જયતેના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું હાથમાં વિવિધ બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોદી સરકાર સામે આક્ષેપો સાથે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા જેના જવાબમાં ભાજપના કાર્યકર્તાઓએ વંદે માતરમ અને મોદી મોદીના નારા લગાવ્યા હતા જેથી થોડીવાર માટે ભાજપ કાર્યાલય પાસે વાતાવરણ તંગ બન્યું હતું બન્ને પક્ષોએ સામસામે નારેબાજી કરતા રાજકીય ધમાસાણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *