મોરબી સિરામિક એસો.ની મુખ્યમંત્રી સાથે મુલાકાત

મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભો આપી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ મોરબીમા પ્રોપેન ગેસની અછતના કારણે હાલમાં કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા…

મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભો આપી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ

મોરબીમા પ્રોપેન ગેસની અછતના કારણે હાલમાં કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા છે તેવા સમયે મોરબી સિરામિક એસો.ના આગેવાનો ટંકારાના ધારાસભ્યને સાથે રાખીને ગાંધીનગર ખાતે સચિવાલયમાં પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી સાથે તેઓએ રૂૂબરૂૂ મુલાકાત કરી હતી આ તકે મુખ્યમંત્રી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને હાલમાં પડી રહેલી મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભ આપી શકે તે બાબતની વિસ્તૃત ચર્ચા કરી હતી.

ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારાસભ્ય દુલ્લભજીભાઇ દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી હતી. જેમાં હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હિસાબે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં જે તકલીફ ઉભી થઇ છે તે બાબતમાં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી. હાલમાં યુધ્ધને લિધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસો.ના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

સાથો સાથ રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ, રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ.કે. દાસ અને ગુજરાત ગેસના એમડી શ્રીમતી અવંતિકાસિંગને રુબરુ મળી ઉધોગના પ્રશ્નો અને ગેસના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉધોગ સાથે રહીને વિકટ પરિસ્થિતિમાં ઉધોગના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે.

વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધની પરિસ્થિતિમાં ઉધોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસો.ના હોદ્દેદારો આભાર માને છે. આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા, અજયભાઈ મારવાણીયા સંદીપભાઈ કૂંડારીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મુકેશભાઈ કુંડારીયા સુખદેવભાઈ પટેલ, કિશોરભાઈ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.

મોરબી પેકેજીંગ બોકસના ભાવમાં 10 ટકાનો વધારો
ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મોરબીના ઉદ્યોગો પર પડી રહી છે મોરબી સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટી અને શીપ ભાડામાં અસહ્ય વધારાને કારણે બંધ થવાની કગાર પર છે તો આવી જ સ્થિતિ પેપરમિલ ઉદ્યોગની થવા પામી છે જે યુદ્ધની અસરથી પેકેજીંગ ઉદ્યોગ પણ બચી શક્યો નથી અને પેકેજીંગ એસો દ્વારા બોક્સના ભાવમાં 8 થી 10 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. મોરબી પેકેજીંગ એસો પ્રમુખ પાર્થભાઈ બારૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીમાં 42 ઓટો અને 150 મેન્યુઅલ મળીને કુલ 192 પેકેજીંગ યુનિટ કાર્યરત છે જે ઉદ્યોગમાં તૈયાર થતા બોક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા હોય છે હાલ સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટીને કારણે બંધ થઇ રહ્યા છે જેની સીધી અસર પેકેજીંગ ઉદ્યોગ પર પડી રહી છે તેમજ રો મટીરીયલ્સની અછતને પગલે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે પેકેજીંગ ઉદ્યોગે હાલ 8 થી 10 ટકા જેટલો બોક્સના ભાવમાં વધારો જાહેર કર્યો છે એટલું જ નહિ સિરામિક ઉદ્યોગમાં જ તમામ માલ વપરાય છે અને સિરામિક એકમો બંધ થશે તો પેકેજીંગ ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *