રવિવાર સુધીમાં ચોમાસાની દસ્તક, આજે 10 જિલ્લામાં ઝાપટાની આગાહી

હવામાન ખાતાએ આજ માટે અને આગામી ચાર દિવસ માટે આગાહી બહાર પાડી છે.. ચોમાસુ સતાવાર રીતે સક્રિય થઇને રવિવાર સુધીમા ગુજરાત પહોંચી જશે તેની સંભાવના…

હવામાન ખાતાએ આજ માટે અને આગામી ચાર દિવસ માટે આગાહી બહાર પાડી છે.. ચોમાસુ સતાવાર રીતે સક્રિય થઇને રવિવાર સુધીમા ગુજરાત પહોંચી જશે તેની સંભાવના વ્યકત કરાઇ છે. સાથે જ મહતમ તાપમાનમા ઘટાડો થતા ગરમીથી રાહત મળવાની શરૂઆત થઇ છે.

આજે 12મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

13મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, ભરૂૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
14મી તારીખથી વરસાદનું જોર વધતું જણાશે. હવામાન મેપ પ્રમાણે, 14મી તારીખના રોજ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

15મી તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે 16 જૂને સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા સ્થળોએ હળવી મેઘ ગર્જના સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *