મોનાલિસા ગર્ભવતી, હાલ હાજર નહીં થઇ શકે

કેરળથી ખાલી હાથે પરત ફરી MP પોલીસ પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન ચર્ચામાં આવેલી મોનાલિસા ભોંસલે અને તેના પતિ મોહમ્મદ ફરમાનને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચેલી મધ્ય…

કેરળથી ખાલી હાથે પરત ફરી MP પોલીસ

પ્રયાગરાજ કુંભ મેળા દરમિયાન ચર્ચામાં આવેલી મોનાલિસા ભોંસલે અને તેના પતિ મોહમ્મદ ફરમાનને કસ્ટડીમાં લેવા કેરળ પહોંચેલી મધ્ય પ્રદેશ પોલીસની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. ફરમાને પોલીસને જણાવ્યું કે મોનાલિસા ગર્ભવતી છે, તેથી તે અત્યારે પોલીસ સમક્ષ હાજર થઈ શકે તેમ નથી. આ મામલે કેરળ હાઈકોર્ટે પણ ફરમાનની ધરપકડ પર 20 મે સુધી વચગાળાની રોક લગાવી દીધી છે.

મધ્ય પ્રદેશના મહેશ્વરની રહેવાસી મોનાલિસાએ ગત મહિને તિરુવનંતપુરમના એક મંદિરમાં ઉત્તર પ્રદેશના ફરમાન ખાન સાથે લગ્ન કર્યા હતા. મોનાલિસાના પિતાએ મધ્ય પ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની પુત્રી સગીર (16 વર્ષની) છે અને ફરમાને તેનું અપહરણ કર્યું છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં પણ મોનાલિસા સગીર હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ફરમાન વિરુદ્ધ POCSO એક્ટ અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ, મોનાલિસાએ દાવો કર્યો છે કે તેની ઉંમર 18 વર્ષ છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *