મોહન ભાગવતને હવે અહેસાસ થતો હશે કે સિંહસવારી કર્યા પછી ઉતરવું અઘરું છે

ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે…

ભારતમાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો પરના દાવા વધતા જાય છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આપેલા નિવેદનના કારણે બબાલ થઈ ગઈ છે. મોહન ભાગવતે હિંદુઓને સલાહ આપી છે કે, દેશમાં દરેક મસ્જિદ નીચે મંદિરો શોધવાની જરૂૂર નથી અને હિંદુઓએ આ મુદ્દાને હવે બાજુ પર મૂકવાની જરૂૂર છે. મોહન ભાગવતે કટાક્ષ પણ કર્યો કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકો ને લાગે છે કે નવી જગ્યાએ મંદિર તોડી ને મસ્જિદ બનાવાઈ હતી એવા અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ જેવા સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે, પણ આ અસ્વીકાર્ય છે. કોઈને આ રીતે ધાર્મિક મુદ્દા ભડકાવીને નેતા બનવાની મંજૂરી ના આપી શકાય. ભાગવતના નિવેદન સામે હોબાળો મચી ગયો છે.

એક તરફ સાધુ-સંતો મેદાનમાં આવી ગયા છે અને ભાગવતના નિવેદનની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ લોકો ભાગવતની ટીકા કરી રહ્યા છે. સાધુ-સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)એ મોહન ભાગવતને સલાહ આપી છે કે, મંદિર-મસ્જિદ ધાર્મિક મુદ્દો છે અને આવા મુદ્દા પર ધર્માચાર્યોનો નિર્ણય જ અંતિમ રહેશે તેથી તમે મહેરબાની કરીને દૂર રહો. તુલસી પીઠના વડા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે તો ભાગવતની વાતનું કોઈ મહત્ત્વ જ નથી એવું આડકતરી રીતે કહી દીધું છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદે પણ મોહન ભાગવતની ટીકા કરીને કહ્યું છે કે, ભાગવત તેમની અનુકૂળતા મુજબ રાજકારણને અનુસરે છે અને કંઈ પણ બોલ્યા કરે છે.

ભાજપને જ્યારે વોટની જરૂૂર હતી ત્યારે તેઓ માત્ર મંદિરોની વાત કરતા હતા અને હવે કહી રહ્યા છે કે દરેક મસ્જિદની નીચે મંદિરની શોધ ના કરવી જોઈએ. સત્તા મેળવવાની હતી ત્યારે તેઓ મંદિર-મંદિર કરતા હતા. હવે સત્તા મળી ગઈ તો મંદિર નહીં શોધવાની સલાહ આપી રહ્યા છે. વાસ્તવમાં સાધુ-સંતો અને આરએસએસના વડા વચ્ચેની લડાઇ ‘મેરી બિલ્લી, મુઝ કો મ્યાઉં’ ઉક્તિ મુજબ છે. ભાજપ, સંઘે જરૂર હતી ત્યાં સુધી રામ મંદિર નિર્માણ આંદોલનમાં તેમનો ભરપુર ઉપયોગ કર્યો, તેમને આગળ ધર્યો. હવે દ્રષ્ટીકોણ સાચો હોવા છતાં સિંહ પર સવારી કર્યા પછી ઉતરવું અઘરૂં છે એવો અહેસાસ ભાગવતને થતો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *