વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસના અવસરે પશ્ચિમ બંગાળની મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી. આજે તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓ માટે એક હપ્તો જાહેર કર્યો. મહિલાઓના ખાતામાં ₹3,000 જમા કરવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલતા પીએમ મોદીએ કહ્યું, “તમારો વિશ્વાસ અને પ્રેમ એ મારી સૌથી મોટી તાકાત છે.”
પીએમ મોદીએ કહ્યું, “મને હંમેશા પશ્ચિમ બંગાળની માતાઓ અને બહેનો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. આજે વિશ્વકર્મા પૂજા પણ છે; હું આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું. આજે, આ શુભ દિવસે, બંગાળમાં એક નવી પરંપરા મજબૂત બની રહી છે. અન્નપૂર્ણા યોજના દ્વારા બંગાળની મહિલાઓને નવું સશક્તિકરણ મળ્યું છે. હું આ યોજનાનો લાભ લેતી દરેક મહિલાને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છાઓ પાઠવું છું.”
તેમણે ઉમેર્યું, “આપણી માતાઓ અને બહેનો ઘરમાં ઘણી જવાબદારીઓ નિભાવે છે. નાના-મોટા વિવિધ નિર્ણયો લેવાની સાથે સાથે, મહિલા પોતાના પરિવારની દરેક રીતે સંભાળ રાખે છે; જ્યારે તેમને આવશ્યક ખર્ચની ચિંતા ઓછી હોય છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે. અન્નપૂર્ણા યોજના એ બંગાળની મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે.”
મોદીએ કહ્યું, “આ વર્ષે 4 મેના રોજ બંગાળે પરિવર્તનનો નવો માર્ગ પસંદ કર્યો, અને હું જાણું છું કે આ પરિવર્તનમાં બંગાળની માતાઓ અને બહેનોએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ઘણી બાબતો માટે લાંબા સમય સુધી રાહ જોઈ છે.
અમારી નવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બંગાળની મહિલાઓનું જીવન સરળ બનાવવાની હતી – એટલે કે, તેમના ’ઈઝ ઓફ લિવિંગ’ (જીવન જીવવાની સરળતા)માં સુધારો કરવાની હતી.
બ્રિકસ સંમેલનમાં ભારતનો ભરોસો નજરે આવ્યો: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ’સેમિકોનઈન્ડિયા 2026’નું ઉદ્ઘાટન કર્યું. 17 થી 19 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલી આ ત્રણ દિવસીય પરિષદ અને પ્રદર્શન ’સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ’(Silicon to Systems: Building the Ecosystem) ની થીમ પર આધારિત છે. આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ 7.4 ટકા છે. બ્રિક્સ સમિટમાં ભારતનો ભરોસો નજરે આવ્યો. મોદીએ સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું કે આ સપ્ટેમ્બર મહિનામાં જ, બરાબર 10 દિવસ પહેલાં મુંબઈમાં ’ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ યોજાયો હતો.
