મોદી આમ કરશે ને તેમ કરશે: મીડિયા લોકોમાં યુધ્ધનો ઉન્માદ પેદા કરી રહ્યું છે

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શું થશે ને આ હુમલાને હુમલાનો જવાબ આપવા મોદી સરકાર શું કરશે તેની અટકળો ચાલી રહી છે. છે. મોદીએ…

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શું થશે ને આ હુમલાને હુમલાનો જવાબ આપવા મોદી સરકાર શું કરશે તેની અટકળો ચાલી રહી છે. છે. મોદીએ આતંકવાદીઓએ કલ્પના પણ ના કરી હોય એવો જવાબ આપવાનો હુંકાર કર્યો પણ આ પગલાં શું હશે તેનો ફોડ નથી પાડડ્યો. એ સ્વાભાવિક પણ છે કેમ કે દુશ્મન પર વાર આપણી સ્ટ્રેટેજી જાહેર કરીને ના કરાય. આપણી વ્યૂહરચના દુશ્મન જાણી જાય તો એ વ્યૂહરચના જ ના રહે કેમ તે દુશ્મન પાસે તેનો તોડ તૈયાર જ હોય.

મોદી સરકાર એ રીતે પરફેક્ટલી યુદ્ધના નિયમો પ્રમાણે વર્તી રહી છે ત્યારે કેટલીક ટીવી ચેનલો, વેબસાઈટ્સ અને અખબારો પણ યુધ્ધનીતિના નિષ્ણાત બનીને મોદી આમ કરી નાંખશે ને તેમ કરી નાંખશે તેની ફેંકાફેંકમાં લાગેલા છે. મોદી આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરી નાખવા ફલાણી વ્યૂહરચના અપનાવશે ત્યાંથી માંડીને પાકિસ્તાનને ખતમ કરી નાંખવા પૂંછડું કરી નાખશે ત્યાં સુધીની વાતોનાં વડાં કરાઈ રહ્યાં છે.

મોદી તેમને પૂછીને બધું કરવાના હોય એ રીતે ફેંકાફેંક ચાલી રહી છે. આ ફેંકાફેંક મીડિયા પોતાની મરજીથી કરી રહ્યું છે કે સરકારના ઈશારે કરી રહ્યું છે તેની ખબર નથી પણ તેના કારણે નુકસાન મોદી સરકારને થઈ રહ્યું છે. મોદી સરકાર પર વણજોઈતું દબાણ પેદા થઈ રહ્યું છે અને અપેક્ષાઓ વધી રહી છે. આ અપેક્ષાઓ પર સરકાર ઊણી ઊતરે તો લોકોમાં નિરાશા પણ વ્યાપશે અને હતાશા પણ ફેલાશે. સરકાર માટે એક પ્રકારની નકારાત્મકતાનો માહોલ ઊભો થશે. આ સ્થિતિ પેદા ના થાય એટલે મીડિયાએ ચૂપ રહેવું જોઈએ. આતંકવાદીઓને જવાબ આપવાનું અને તેના માટે સ્ટ્રેટેજી ઘડવાનું કામ સરકારનું છે ને સરકારને એ કામ કરવા દેવું જોઈએ. સરકાર સારી રીતે કામ ના કરી શકે તો લોકો ભવિષ્યમાં તેનો હિસાબ કરશે પણ અત્યારે નકારાત્મક માહોલ ઊભો ના થાય એ જરૂૂરી છે.

દેશના હિતમાં સરકાર જે પણ પગલાં લે તેને ટેકો આપવો એ દેશપ્રેમી નાગરિક તરીકે બધાંની ફરજ છે ને તેમાં મીડિયા પણ આવી ગયું. મીડિયાને લાગુ પડે છે એ જ વાત ભાજપ શાસિત સરકારોને પણ લાગુ પડે છે. ગુજરાત સરકારે કહેવાતા ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે શરૂૂ કરેલી ઝુંબેશ છે. પહલગામ આતંકવાદી હુમલાના ચાર દિવસ પછી અચાનક ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયતનો કાર્યક્રમ શરૂૂ કરી દીધો. ગુજરાતની ભાજપ સરકાર પોતાની મતિ પ્રમાણે વર્તી રહી છે, પણ ભાજપની સરકારોએ ખરેખર આવાં ફાંફાં મારવાની જરૂૂર જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *