Uncategorized

આખો દિવસ મોબાઇલ-મોબાઇલ, ઘરમાંય ધ્યાન આપ, પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત

Published

on

કોઠારિયા રોડ ભોમેશ્ર્વર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી લિક્વિડ પી જીવ ટૂંકાવી લીધો


આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને મોબાઈલનુ ઘેલુ લાગ્યું છે.એમાં પણ ખાસ કરીને તરુણો મોટાભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે.બાળકોના માનસ પર વિપરીત ગાઢ અસર ઉભી કરે છે.મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા બેઠા જ થઈ જાય છે.

મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે.ત્યારે આજના યુગમાં મોબાઈલ માત્ર સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેનો ઉપયોગ થતો હોય તેવું લાગી રહ્યું છે.આજે બાળકથી લઇ મોટેરા ઓને મોબાઈલ વગર નથી ચાલતું!
રાજકોટ શહેરમાં આવેલા કોઠારીયા રોડ પર ભોમેશ્વર સોસાયટીમાં રહેતા પરિણીતાને તેમના પતિએ ઘરકામમાં ધ્યાન દેવાનું કહેતા અને મોબાઇલમાં ઓછો ઉપયોગ કરવાનું કહેતા તેમને લાગી આવ્યું હતું અને પરિણીતાએ લાદી સાફ કરવાનું ઝેરી લીક્વીડ પી આપઘાત કરી લીધો હતો.

આ મામલે આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ પરમારે વધુ તપાસ શરૂૂ કરી છે. વધુ મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલા કનૈયા ચોક પાસે ભુવનેશ્વર સોસાયટીમાં રહેતા રૂૂપાબેન ઋત્વિકભાઈ કરતાગીયાં 22 વર્ષના પરિણીતાએ ગઈ તા.26 ના રોજ રાત્રિના સમયે લાદી સાફ કરવાનું લિક્વિડ પી જતા તેમણે તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેઓનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રીના મોત નીપજ્યું હતું.તેમના પતિ મજૂરી કામ કરે છે.તેમને ગઈ તા.26ના રોજ આખો દિવસ મોબાઈલ મૂકી જમવાનું બનાવવા અને ઘરમાં ધ્યાન આપવાનું કહેતા લાગી આવ્યું હતું અને તેમણે આપઘાત કરી લીધો હતો.આ અંગે હવે આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version